અંજાર ખાતે એપીએમસી દ્વારા નિર્માણ પામનાર અધતન શાકમાર્કેટનું ભૂમિપૂજન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના વરદ હસ્તે કરાયું.

Live Viewer's is = People

 રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના વરદ હસ્તે એપીએમસી દ્વારા નિર્માણ પામનાર અધતન શાકમાર્કેટનું ભૂમિપૂજન કરાયું



અંજાર ખાતે રાજયમંત્રીશ્રી આહિરની ઉપસ્થિતિમાં એપીએમસી અંજાર દ્વારા ૪૦ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનારા અધતન શાકમાર્કેટનું વિધિવત ભૂમિપુજન કરી ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને અને કૃષિક્ષેત્રને નવી દશા અને દિશા આપવા કેન્દ્ર સરકાર અને આપણી સંવેદનશીલ રાજય સરકાર અથાગ પરિશ્રમ કરી રહી છે જેના અનુસંધાને અનેક વિકાસના કામો દિવસેને દિવસે વધવા પામી રહયા છે ત્યારે કચ્છ જિલ્લાના ખેડૂતો અને વેપારી માટે નવલા નજરાણા સમું એપીએમસી દ્વારા અધતન શાકમાર્કેટ બનવા જઇ રહયું છે. જેનું ભૂમિપૂજન તેમજ તકતીનું અનાવરણ કરી ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.VINOD CHAVDA

આ પ્રસંગે અંજાર ખાતે આયોજિત સમારોહમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરએ ભૂમિપુજન તેમજ તકતીનું અનાવરણ કરી આ અધતન શાકમાર્કેટનું ખાતમૂહુર્ત કરતાં જણાવ્યું કે, આવી કોરોનાની મહામારીમાં પણ વિકાસના કામો પર અલ્પવિરામ મૂકાયો નથી જેના ભાગરૂપે અંજારમાં જુની અને સંકળાશવાળી શાકમાર્કેટના સ્થાને આ નૂતન અને અધતન શાકમાર્કેટ નિર્માણ પામવા જઇ રહી છે. તથા કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા અહીં ઉભી કરવામાં આવશે.



વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, આપણે અધતન શાકમાર્કેટ અંગે જે મુખ્યમંત્રીશ્રીને વચન આપ્યું હતું તે સાર્થક બનવા તરફ જઇ રહયું છે અને આગામી ૨૫ વર્ષ સુધીમાં અંજારનું આ અધતન શાકમાર્કેટ એક મોડેલ શાકમાર્કેટ તરીકે ઉભરી આવે તેવી દ્ઢ ઈચ્છા વ્યકત કરી હતી. તો જાન હૈ તો જહાન હૈ જેવી વાત કરી તેમણે કોરોનાકાળમાં હજુ પણ સાવચેતી અને સલામતી રાખવા સૂચન કર્યુ હતું.

     આ પ્રસંગે પ્રસંગોચિત ઉદબોધન કરતા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ હર્ષની લાગણી વ્યકત કરી હતી સાથે જણાવ્યું હતું કે, સમયે સમયે થનારા આવા વિકાસના કામો કચ્છની પ્રજા માટે આવનાર સમયમાં અપાર સવલતો ઉભી કરશે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, આ અધતન શાકમાર્કેટ અનેકવિધ લોકોને રોજગારી સાથે જોડવાનું ભગીરથ કાર્ય કરશે. ઉપરાંત સરહદ ડેરીથી અંતરિયાળ વિસ્તારના લોકોના જીવન ધોરણમાં થયેલા પરિવર્તનનો શ્રેય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આપ્યો હતો.

આ તકે ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આ શાકમાર્કેટનું નિર્માણ થતાં કચ્છમાં નવી રોજગારીઓનું સર્જન થશે તથા ખેડૂતો અને વેપારીઓને અધતન સુવિધાઓ મળી રહેશે.

આ તકે એપીએમસી-ભુજના ચેરમેનશ્રી કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, અંજારએ બાગાયતનું કેન્દ્ર છે અહીં આવી અધતન શાકમાર્કેટનું નિર્માણ થતાં ખેડૂતો અને વેપારીઓ મોકળાશથી વેપાર કરી શકશે જેથી લોકોની સુખાકારીનું સર્જન થશે. વધુમાં તેમણે આ શાકમાર્કેટ નેશનલ માર્કેટ બને તે તરફના પ્રયાસો કરવા અધિકારીશ્રીઓ તેમજ રાજયમંત્રીને નિવેદન કર્યુ હતું. તથા તે બાબતે સંપૂર્ણ સહકાર આપવા તૈયારી બતાવી હતી.


આ પ્રસંગે સ્વાગત પ્રવચન આપતા એપીએમસી અંજારના ચેરમેનશ્રી વલમજીભાઇ હુંબલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ૪૦ કરોડથી વધુના ખર્ચે અધતન શાકમાર્કેટ નિર્માણ પામવા જઇ રહયું છે ત્યારે સમગ્ર જિલ્લામાંથી ૪૦૦ વેપારીઓને સુવિધાસભર શાકમાર્કેટનો લાભ પ્રાપ્ત થશે. કાર્યક્રમનું સંચાલન શંભુભાઇ મ્યાત્રાએ જયારે આભારવિધિ દુદાભાઇએ કરી હતી.


આ કાર્યક્રમમાં માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તથા સર્વે અગ્રણીઓશ્રી વસંતભાઇ કોડરાણી, ડેનીભાઇ શાહ, સુધીરસિંહ જાડેજા, પ્રેમજીભાઇ પેડવા, રાજેશભાઇ, કાન્તીભાઇ, મશરૂભાઇ, અશ્વિનભાઇ, નિખિલભાઇ ડાંગર, સંતશ્રી ત્રિકમદાસજી મહારાજ, વેલાભાઇ જરૂ, નારણભાઇ બાબરીયા, સામજીભાઇ આશા, સહદેવસિંહ, તેજશભાઇ ઠકકર, ભરતભાઇ, કાનજીભાઇ શેઠ, અરજણભાઇ કાનગડ, મનજીભાઇ મહાદેવભાઇ, તેજાભાઇ કાનગડ, દીપાભાઇ આહિર, નારણભાઇ ચૈયાં, રમેશભાઇ કોઠીવાડ, શંભુભાઇ જરૂ, જીવાભાઇ માતા, દેવજીભાઇ ડાંગર, ચંદ્રેશભાઇ વેપારી, રશ્મિનભાઇ પંડયા, નિલેશભાઇ પ્રજાપતિ, કેશવજીભાઇ સોરઠીયા, દિનેશભાઇ કાતરીયા, ગોવિંદભાઇ, રાજુભાઇ, અનિરુધ્ધભાઇ દવે, મુળજીભાઇ તથા નિર્માણ પામનાર શાકમાર્કેટના કોન્ટ્રાકટર કાનજીભાઇ સોરઠીયા અને એપીએમસીના કર્મચારીઓ તથા ખેડૂતો અને વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Post a Comment

0 Comments

close