અમદાવાદની મેટ્રોસીટી ટ્રેનની કામગીરી જોખમી?
અમદાવાદ શહેરના સતત ધમધમતા ગુજરાત કોલેજ બ્રિજપર મેટ્રોસીટી ટ્રેનની કામગીરી ચાલી રહી છે ત્યારે આ જગ્યાએ મોટા પિલરો ઉભા કરીને બ્રિજની બન્ને સાઈટે ઉભા કરાયા છે અને તે જરૂરી પણ છે પરંતુ આ બ્રિજપરથી અનેક મોટા વાહનો અને બાઇકો પસાર થાય છે ત્યારે પિલરોપર લોખંડનો સપોર્ટ રાખીને તેનાપર લોખંડની વજનદાર પ્લેટો લટકાવવામાં આવી છે ત્યારે અહીંથી પસાર થતા મોટા વાહનો કે કોઈ બાઇક સવાર પર પડશે ત્યારે આ અકસ્માતની જવાબદારી કોના શિરે રહેશે..? ખરેખર તંત્ર દ્વારા યાતો રાત્રી દરમિયાન કામગીરી કરવી જોઈએ અન્યથા આ ગુજરાત કોલેજ બ્રિજની કામગીરી ચાલુ છે ત્યાં સુધી આ માર્ગ બંધ કરીને ઝડપી કામ પૂર્ણ કરવું જોઈએ જેથી કોઈ મોટો અકસ્માત ન સર્જાય તેવી લોકોમાં ચર્ચાઓ ઉઠવા પામી છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લેવાય તે આવકાર દાયક પગલું ગણાય તેવું લોકો ઇચ્છી રહ્યાં છે.
રિપોર્ટ:- ચિરાગ પાટડીયા,અમદાવાદ.
0 Comments