હિન્દી ફિલ્મ ધૂમના પ્લોટને પણ ટક્કર મારે તેવી ટ્રીકથી ચોરી કરનાર ભેજાબાજ ચોર પોલીસની તપાસની ટ્રીક જોઈ ચોર ચોકી ગયો.

Live Viewer's is = People

પોલીસની તપાસની ટ્રીક જોઈ ચોર ચોકી ગયો: પોલીસે 92 સ્થળોના CCTV જોઈ આરોપીની ફોટો પ્રિન્ટ કઢાવ્યા બાદ સફળતા મળી અમદાવાદ: હિન્દી ફિલ્મ ધૂમના પ્લોટને પણ ટક્કર મારે તેવી ટ્રીકથી ચોરી કરનાર ભેજાબાજ ચોર અને ચોરીના દાગીના ખરીદનાર ઘાટલોડિયાના શુભમ જ્વેલર્સના માલિકની સાબરમતી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસને પોતાના ભેજાથી છકક કરનાર ચોર પોલીસની ટ્રીક જોઈ ચોંકી ગયો હતો. સાબરમતી પોલીસે 92 સ્થળોના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીની ફોટો પ્રિન્ટ કઢાવી બાતમીદારોને એક્ટિવ કર્યા હતા. જેના પગલે આરોપીને સાબરમતી પોલીસે સાબરમતી ન્યૂ રાણીપ પ્રમુખ બંગલો પાસેથી કારમાં પસાર થતા ઝડપી લીધો હતો.સાબરમતી પોલીસે 45 લાખના દાગીના ચોરી કરનાર શશી આનંદભાઈ શુક્લા (ઉં,31) રહે, સરદાર પટેલ નગર, ચેનપુર રોડ, સાબરમતીની ધરપકડ કરી હતી. પોલોસ તપાસમાં આરોપીએ જણાવ્યું કે, પાયલ જ્વેલર્સના માલિક શોરૂમ પર ક્યારે આવે છે, ક્યારે જાય છે તે તમામ બાબતો અંગે પોતે રેકી કર્યા બાદ ચોરીની યોજના બનાવી હતી. 


જે મુજબ ગત તા.2-1-2021ના રોજ ઘાટલોડિયા અમી એપાર્ટમેન્ટમાંથી બાઇકની ચોરી કરી હતી. તે પછી ગત તા.5-1-2021ના રોજ પાયલ જ્વેલર્સ પાર બપોરે 12.45 વાગ્યે વોચમાં ગોઠવાઈ ગયો હતો. પાયલ જ્વેલર્સના માલિક શોરૂમ બંધ કરી ઘરે જવા સ્કૂટર લઈ નીકળ્યા એટલે તેમનો પીછો કર્યો હતો. ફ્લેટના પાર્કિગમાં સ્કૂટર પાર્ક કરી તેઓ ઘરે ગયા, ત્યારે શશીએ ડેકીમાંથી શોરૂમની ચાવી ચોરી લીધી હતી. બાદમાં 2.30 વાગ્યે શોરૂમ પર પહોંચી દાગીનાની ચોરી કરી નીકળ્યો હતો.


ચોરીના દાગીનામાંથી અમુક દાગીના આરોપી શશીએ ઘાટલોડિયા ખાતે શુભમ જ્વેલર્સના માલિક જીતેન્દ્રભાઈ ઉર્ફ હિતેશભાઈ પ્રહલાદજી ગેહલોત (ઉં,૨૪)રહે, સ્વામિનારાયણ પાર્ક, મંગલ સ્કૂલની સામે,નવા વાડજને વેચ્યા હતા. બીજા દાગીના અને રોકડ પોતાના ઘરે પડ્યા છે.


પોલીસે આરોપીએ ગુનામાં વાપરેલું ચોરીનું બાઇક, કાર, દાગીના, રોકડ અને સોની પાસેથી સોનાની રણી મળી કુલ રૂ.31.86,800નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પાયલ જ્વેલર્સના માલિક જીતેન્દ્રભાઈ કનૈયાલાલ સોની નારણપુરાના અંકુર ખાતે હરી પાર્ક સોસાયટીમાં રહે છે. તેઓએ પોતાના શોરૂમમાંથી ચોરી થયાની ફરિયાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં 9 દિવસ અગાઉ નોંધાવી હતી. 

રીપોર્ટ: ચિરાગ પાટડિયા અમદાવાદ.

Post a Comment

0 Comments

close