વાગડ પંથકનો ખેડુ વર્ગ ખુશખુશાલ, આશરે પંચોતેર હજાર હેકટરમાં થયું વાવેતર

Live Viewer's is = People

વાગડ પંથકનો ખેડુ વર્ગ ખુશખુશાલ, આશરે પંચોતેર હજાર હેકટરમાં થયું વાવેતર



વાગડ નો ખેડૂત મા નર્મદા ના નીર ની મહેર થી ખુશ ખુશાલ " રવિ પાક" નું એક લાખ હેક્ટર માં વાવેતર થયું. રાપર વરસે તો વાગડ ભલો એ કહેવત મા હવે ફેરફાર કરવાની જરૂર છે. ત્યારે વાગડ વિસ્તારમાં થી છેલ્લા પાંચેક વર્ષ થી પસાર થઈ રહેલી કચ્છ બ્રાન્ચ કેનાલમાં નર્મદા ના નીર સાત ફૂટ થી વહી રહ્યા છે ૨૦૧૫ મા રાપરના માજી ધારાસભ્ય પંકજ મહેતા ના પ્રયાસો થી તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ ના હસ્તે કચ્છ જીલ્લા ની જીવાદોરી સમાન નર્મદા કેનાલ મા પાણી આપવાની શરૂઆત થઈ હતી. અને ત્યારબાદ રાપર તાલુકો કે જે વાગડ વિસ્તાર તરીકે ઓળખાય છે જેની કાયા પલ્ટી ગઇ છે. 



દર વર્ષે અબજો રૂપિયા ના જીરા ના વાવેતર થી ઉપજ ખેડૂતો મેળવી રહ્યા છે. નર્મદા કેનાલ રાપર તાલુકાના મોમાયમોરા થી માંજુવાસ, ફતેહગઢ, સલારી, થાનપર, કલ્યાણપર, નંદાસર, ત્રંબૌ, રામવાવ, વજેપર , સુવઈ, ગવરીપર સહિત ૩૯ થી વધુ ગામો માં થી પસાર થઈ રહી છે. દર વર્ષે હજારો હેક્ટરનું વાવેતર કરવામાં આવે છે. જેમાં ઘઉં 6210, રાયડો 8350, જીરુ 50250, ઇસબગુલ 2635, વરીયાળી 750, શાકભાજી 495, ધાસચારો 2580, ચણા 270 અન્ય 2745 મળી કુલ 74285 હેકટર માં વાવેતર થયું હોવાનું રાપર તાલુકા ના ખેતીવાડી અધિકારી મનોજ ભાઈ સોલંકી એ જણાવ્યું હતું.



નર્મદા કેનાલ પર ભરત ભાઈ રાધુ ચાવડા અને પોલીસ જમાદાર માંથી નિવૃત્ત થયા બાદ જીરા, રાયડા અને અન્ય પાક નું વાવેતર કરતાં કિરણભાઈ પરસોંડ ના જણાવ્યા મુજબ આ વર્ષે જીરું, રાયડો, ઇસબગુલ, વરીયારી, ઘઉં સહિતના પાકનું વાવેતર થયું છે .



નંદાસર નજીક થી પસાર થતી ડાવરી પેટા કેનાલ મા બે ત્રણ જગ્યાએ કામગીરી અધુરી રહી ગઈ છે. તે જો નર્મદા નિગમ દ્વારા પુરી કરવામાં આવે તો ખેડૂતોને મોંધા ભાવના ડીઝલની બચત થાય તેમ છે. મોમાયમોરા થી સુવઈ, ગવરીપર, જેસડા સુધી અંદાજે સાતેક હજાર થી વધુ ડીઝલ એન્જીન દ્વારા પાણી સિંચાઇ માટે મેળવવા માંં આવી રહ્યું છે.





રાપર, નંદાસર, થાનપર, સલારી, ગેડી, ફતેહગઢ, મોડા, સણવા, માંજુવાસ જેવાં ગામો આ રવી પાક નુ વાવેતર કરવામાં આવ્યું છે. આમ જોવા જઈયે તો રાપર પંથકનો કિશાન આ વખતે થયેલા વરસાદ અને નર્મદાના કેનાલના પાણીથી ખુશખુશાલ છે.

રિપોર્ટ : ગની કુંભાર, ધ ન્યુઝ ટાઇમ્સ, ભચાઉ



Post a Comment

0 Comments

close