પ્રાંતિજ ખાતે સિંધી સમાજ દ્વારા બે જગ્યાએ આવેદનપત્ર આપ્યું. જુનાગઢ ખાતે પોલીસ દ્વારા કરવામાં આવેલ દમનગીરી ને લઈને આવેદનપત્ર આપ્યું

Live Viewer's is = People

પ્રાંતિજ ખાતે સિંધી સમાજ દ્વારા બે જગ્યાએ આવેદનપત્ર આપ્યું. જુનાગઢ ખાતે પોલીસ દ્વારા કરવામાં આવેલ દમનગીરી ને લઈને આવેદનપત્ર આપ્યું.

પ્રાંતિજ પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું.



     સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સિંધી સમાજ ના અગ્રણીઓ આગેવાનો દ્વારા જુનાગઢ ખાતે સમાજ ના વ્યક્તિ ઉપર પોલીસ દ્વારા ગુજારેલ પોલીસ ની દમનગીરી ના વિરોધમાં પ્રાંતિજ પ્રાંન્ત કચેરી તથા પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું.



     જુનાગઢ શહેરમાં મધુરમ-શ્રીનગર સોસાયટી પાસે રેંકડી રાખીને ગીરીશભાઈ અને નરેશભાઇ છતવાણી બન્ને ભાઇઓ રેંકડી દ્વારા ધંધો કરી ને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે. ત્યારે તા.૧૭મી ડીસેમ્બર ના રોજ સાંજના સમયે જુનાગઢ પોલીસ ડીવીઝન ના કોન્સ્ટેબલ દેવાભાઇ લાલાભાઇ ભીડના ઓએ તમારૂ માસ્ક કેમ નાક થી નીચુ ઉતરેલ છે તેમ કહી તેને બે ફામ ગાળો બોલીને બે બેરહેમીથી ઢોર માર માર્યો હતો જેના કારણે રેંકડી માલિક ને  હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તો જુનાગઢ પોલીસ ની આ દમન ના વિરોધમાં ગુજરાત ખાતે સમસ્ત સિંધી સમાજ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકારી કચેરીઓમાં આવેદનપત્ર આપવામાં આવે છે જે અંતર્ગત પ્રાંતિજ ખાતે રહેતા સિંધી સમાજ ના ભાઇઓ આગેવાનો દ્વારા પણ ઉગ્ર વિરોધ કરી પ્રાંતિજ તાલુકા કચેરી તથા પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરા આવેદનપત્ર આપ્યું હતું અને સિંધી સમાજ ના ભાઇઓને તેમનો અવાજ સરકાર સુધી પહોચાડવા વિનંતી કરી હતી અને આવા પોલીસ કર્મચારીઓ સામે કડકમાં કડક એક્શન લેવામાં આવે તેવી માંગ કરી હતી.

રિપોર્ટ: ઉમંગ રાવલ, પ્રાંતિજ, સાબરકાંઠા




Post a Comment

0 Comments

close