જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી સબબ નખત્રાણા કોંગ્રેસ કાર્યાલય ખાતે મિટીંગનું આયોજન થયું.

Live Viewer's is = People

જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી સબબ નખત્રાણા કોંગ્રેસ કાર્યાલય ખાતે મિટીંગનું આયોજન થયું.






    આવનારા સમયમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી સબબ નખત્રાણા ખાતે કોંગ્રેસ કાર્યાલયમા એક મિટીંગનું આયોજન કરવામા આવ્યું હતું. કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી મિટીંગમાં મુખ્ય મહેમાન તરીકે જસદણના ધારાસભ્ય નૌશાદ સોલંકી રહ્યા હતા. અને આવનારી ચુંટણી સબબ માર્ગદર્શન પુરું પાડયું હતું.


     નખત્રાણા તાલુકામાં જીલ્લા પંચાયતની ૪ બેઠક અને તાલુકા પંચાયતની ૨૦ બેઠકો નો સમાવેશ થાય છે. તેને અનુલક્ષીને આ મિટીંગના આયોજનમાં કોંગ્રેસ પક્ષના જીતેલા ઉમેદવારો અને હારેલા ઉમેદવારો તેમજ પક્ષના કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા. તેમની ઉપસ્થીતીમા જે-તે વિસ્તારમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. અને આવનારી ચુંટણીમાં વધુ મા વધુ સીટો અંકે થાય તે માટે આહ્વાન કરવામાં આવ્યું. 


    આજની આ મિટીંગ મુખ્ય ઉદ્દેશ્ય કોંગ્રેસ પક્ષમા હોદ્દેદારોની વરણી કરી તેમને જવાબદારી સોંપવામા આવી હતી. મિટીંગની શરુઆત વિરોધ પક્ષના નેતા અશ્વીન રુપારેલ દ્વારા કરવામા આવી હતી. જસદણના ધારાસભ્ય નૌશાદ સોલંકીનુંં શાલ ઓઢાળી પુષ્પગુચ્છથી સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતુંં.


    આજની મીટીંગમાં પ્રમુખ રાજેશભાઈ આહિર અને ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી માવજીભાઈ મહેશ્વરી, ડોક્ટર શાંતિલાલ સંઘાણી, તાલુકા પંચાયતના સદસ્ય ભીમજીભાઇ વાઘેલા, રમેશદાન ગઢવી, મંગળભાઈ કઠવા, ગુજરાત પ્રદેશ અબડાસા મતવિસ્તાર મીડિયા સેલ જયંત  વાઘેલા, લઘુમતી મોરચાના પ્રમુખ હેમંતભાઈ ખલીફા, અદ્રેમાન ખલીફા, મુસ્તાકભાઈ ચાકી, અને કોંગ્રેસના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આવનારી કચ્છ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને વધુમાં વધુ સીટો મળે તે માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ બાય: જયંતીલાલ વાઘેલા, ધ ન્યુઝ ટાઈમ્સ નખત્રાણા.



Post a Comment

0 Comments

close