માવતર ઘર સામખીયાળી મધ્યે મહીલાઓને આત્મનિર્ભર અંતર્ગત પ્રમાણપત્ર વિતરણ સમારોહનું આયોજન કરવામા આવ્યું

Live Viewer's is = People

 મહીલાઓને આત્મનિર્ભર અંતર્ગત પ્રમાણપત્ર વિતરણ સમારોહનું આયોજન સામખીયાળી ખાતે કરવામા આવ્યું



માવતર ઘર સામખીયાળી મધ્યે મહિલાઓ ના જીવન નિર્વાહ માટે સીવણ કલાસ ચલાવી ને સ્વનિર્ભર અંતર્ગત પ્રમાણપત્ર વિતરણ સમારોહ આયોજિત કારેલ સર્વ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી મનીષા રાઠોડ જે  બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત સક્રિયતા સાથે મજબૂત કાર્ય માટે પ્રખ્યાત માવતર ઘર મહિલાઓ ના જીવન માં પરિવર્તન આવે તેમના  રહેલી આવડત કૌશલ્ય ને નિખાર આવે સાથે આ વર્તમાન સમય પર સ્વરોજગાર મેળવી શકે મહિલા સશક્તિકરણ  મુદ્દે એન કે ટી ચેરીટેબલ ટ્રસ્ટ નાનજીભાઈ ખીમજીભાઈ ઠક્કર એ મહિલાઓ ને સીવણ કલાસ ચલાવી ને મહિલાઓ ને તાલીમ આપી ને સ્વનિર્ભર કરેલ હતી જેમાં આ તાલીમ થકી ઘણી મહિલાઓ આ લોક ડાઉન સમય માં માસ્ક બનાવી ને લોકો ને ઉપયોગીતા સાબિત કરેલ છે સાથે રોજગાર મેળવી શક્યા આજે  આ બેહનો ને તાલીમ ના પ્રમાણપત્રો એનાયત કરેલ તેમજ  મહિલાઓ ના જીવન માં પરિવર્તન આવે તે મુદ્દે એન કે ટી ચેરીટેબલ ટ્રસ્ટ ના દાનવીર પ્રભુદ્ધ   નાનજી ભાઈ થાના વારા હાજર રહી ને તેમના વરદ હસ્તે પ્રમાણપત્ર આપેલ હતા  મહિલાઓના  જીવન માં ઉજ્જવળ ભવિષ્ય તરફ હમેશા સક્રિયતા સાથે જીવન નિર્વાહ કરે તેવા વિચારો નું સંવાદ દવારા મહિલાઓ ને વૈચારીક સશક્તિકરણ કરેલ હતું સાથે મહાન દાનવીર શ્રી નાનજી ભાઈ ખીમજી ભાઈ દવારા આ માવતર ઘર  ના બાળકો ના સંગીત ક્ષેત્રે આવડત કોશલ્ય નું વિકાસ થાય તે માટે સંગીત ના સાધન માં હાર્મોનિયમ આપવા ની જાહેરાત કરેલ તેમની સાથે આ સુર સાધના ના માનવતા ગ્રુપ ના ગોવિદ ભાઈ દનીચા દવારા બાળકો ને ઢોલક આપવા ની વાત કરેલ હતી.




આજના આ કાર્યક્રમમાં યુવા અગ્રણી શ્રી નીલ વિંંઝોડાએ  જણાવેલ કે આ બાળકો ને જો રમત ગમત ની કીટ તેમજ સંગીત ના સાધનો  મળી રહે તો આ બાળકો વિશ્વ સમક્ષ તેમની હુન્નર, આવડત કૌશલ્યો ના ગુણો નું વિકાસ થઇ શકે તે માટે સામાજિક અગ્રણીઓ તેમજ આજુબાજુ ની કંપનીઓ દવારા સી.એસ.આર.ફડ અંતર્ગત સહાયતા મળી રહે તો બાળકો ના જીવન માં ગીત સંગીતમય બની રહે 



આ માનવ જીવન માં પરિવર્તન ના યજ્ઞ માં માનવતા માટે લગાતાર કર્મશીલતાં કરતા સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમાં માનવતા ગ્રુપ ના ગોવિદ ભાઈ દનીચા, ભરત ભાઈ ખીમજી ભાઈ ઠકકર.પ્રભુભાઈ.નવીનભાઈ,નવ ચેતન અંધજન મંડળ ના મંત્રી શ્રી વનરાજસિંહ જાડેજા.આર .ડી.એ. એમ. જીલા પ્રભારી નીલભાઈ વિઝોડા.અજયભાઈરાઠોડ .વિજયભાઈ રાઠોડ મનીષા રાઠોડ .સામાજિક મહિલા અગ્રણી વનિતા જાદવ . સામાજિક વર્કર તેમજ પત્રકારત્વ મહેશ ભાઈ શાહ.હીરા ભાઈ,સામાજિક કાર્યકર્તા ખીમજી ભાઈ કાંઠેચા.વિહા ભાઈ ભૂવા જી.ઈરફાન ભાઈ, હાજર રહ્યા હતા જેમાં કાર્યક્રમ નું આભાર વિધી નીલ ભાઈ વિઝોડા દ્વારા કરવા માં આવેલ

રિપોર્ટ : ગની કુંભાર, ભચાઊ, કચ્છ.

Post a Comment

0 Comments

close