અરવલ્લી : ગાબઠના રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયેલા દીપડાએ પાંચ જિલ્લાની ચકમો આપી પલાયન !

Live Viewer's is = People

અરવલ્લી : ગાબઠના રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયેલા દીપડાએ પાંચ જિલ્લાની ચકમો આપી પલાયન !

 


બાયડના ગાબઠ ગામે દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ખૌફ

૪૦ કલાક કરતા વધારે સમયથી દીપડાની દહેશત

કાલે સવારે સરકારી દવાખાના નજીક ઘૂસી આવ્યો હતો દીપડો

એક વ્યક્તિ પર દીપડાએ કર્યો હતો જીવલેણ હુમલો


૫ જિલ્લાની ટીમ દીપડાના રેસ્ક્યુ માટે તૈનાત 
પણ દીપડાએ વનવિભાગની ટીમે આપી હાથ તાળી

ક્યારે પકડાશે દીપડો? તે એક યક્ષ પ્રશ્ન


ગાંધીનગર, આણંદ, સાબરકાંઠા, ગીર, અરવલ્લી જિલ્લાની ટીમ તૈનાત



અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબઠ ગામે દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયાના ચાળીસ કલાક પછી પણ સ્થિતિ જૈસે થે જેવી જોવા મળી રહી છે. ગાબઠ ગામના સરકારી દવાખાના પાછળના વિસ્તારામાં દીપડો ગઇકાલ સવારે જોવા મળ્યો હતો, જેને કારણે સ્થાનિક લોકોમાં ખૌફ જોવા મળ્યો હતો,, એટલું જ નહીં ગઇકાલે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. ઘટનાની જાણ થતાં અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ તેમજ ગીરથી રેસ્ક્યુ ટીમ પણ બોલાવી દેવાઈ છે. જો કે દીપડાને પકડવામાં વનવિભાગ નાકામ થયું હોય તેવું લાગી રહ્યું છે. ચાળીસ કલાકનો સમય વીતિ જવા છતાં દીપડો વનવિભાગની ટીમને ચકમો આપીને અન્યત્ર પલાયન થઇ ગયો હોવાનું વનવિભાગ દ્વારા જાણવા મળ્યું છે. જો કે વનવિભાગની ટીમ દ્વારા આસપાસના વિસ્તારોમાં સાફસફાઈ તેમજ સર્ચ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે. પણ હજુ દીપડાની કોઇ જ ચોક્કસ સ્થિતિ જાણી શકાઇ નથી. આ વચ્ચે ગ્રામજનોમાં પણ એક દહેશત જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતાં બાયડના ધારાસભ્ય જશુ પટેલ પણ પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા સત્વરે પગલા લેવામાં આવે.

રિપોર્ટ: હર્નિલ ગુર્જર, ધ ન્યુઝ ટાઈમ્સ, ધનસુરા, મોડાસા

Post a Comment

0 Comments

close