ભચાઉ તાલુકામા જમીન પચાવી પાડવાનો નવો કારસો. જમીન ધારકે પોલીસમા કરી ગુહાર.

Live Viewer's is = People

ભચાઉ તાલુકામા જમીન પચાવી પાડવાનો નવો કારસો. જમીન ધારકે પોલીસમા કરી ગુહાર.




હવે ભચાઉ તાલુકા ખાતે જમીન પચાવી પાડવાનો કારસો. પોલીસ ખાતાને કરાઈ અરજી. જમીનો પચાવી પાડવા માટેના અલગ અલગ કેટલાય દાખલાઓ આપણે જોતા આવ્યા છીએ. પરંતુ આ નવો કારસો આજે આપણે જોઈએ. મુળ નાની ચીરઈના રહેવાસી પરાક્રમસિંહ મહાવીરસિંહ રાણા ને જીલ્લા કલેકટર શ્રી દ્વારા તા : ૧૭/૧૧/૨ વાળા પત્ર થી જે પત્ર ન , જમન ૮ / સોલ્ટ / વશી / ૬૮૫ / ૨૦૨૦ વાળા પત્રથી ભચાઉ ના ટાવર્સ સ.નં , ૧ર૯૪,૧૦૧૩ / ૫,૧૩૫૪ પૈકીની હૈ.૨૬ -૮૮ ચો.મી.  વાળી જમીન મીઠાના ઉત્પાદનના હેતુ માટે ભાડા પટ્ટે મંજુર કરવામા આવેલ હતી. સરકાર દ્વારા મંજુર થયેલ જમીન માં ગેરકાયદેસર પ્રવેશ કરી ધાક ધમકી કરી પૈસા પડવા ના હેતુથી જમીનમા ઘેટા બકરા બેસાડી દેવામા આવેલા છે. સરકારે જે જમીન મીઠા ઉત્પાદનના હેતુ માટે પાસ કરી છે તે ભચાઉની દક્ષિણ  સીમ માં અને ચોપડવા રેલ્વે બ્રીજ ની સામે અને મેલડી માં ના મંદિર ની બાજુમાં આવેલ છે.  જે જમીન પર નાની ચીરઈના રહેવાસી પરાક્રમસિંહ મહાવીરસિંહ રાણા લોડર દ્વારા જમીન ના લેવલીંગ નું કામ શરુ કરેલ ત્યારે તે જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી બેઠેલા લોકોએ  ધાક - ધમકી કરી અને બે ફામ ગાળો બોલી અને કહેલ કે આ જમીન અમારી છે તમને કામ કરવા નઈ દઈએ અને જો કામ કારસો તો જાન થી જાસૌ તેવી ધમકી આપેલ.




જેમના નામે જમીન મંજુર થઈ છે તેવા પરાક્રમસિંહ પરત આવી ગયેલા અને ભચાઉ પોલીસ સ્ટેશને આ અંગેની અરજી દાખલ કરાવી છે. જોવા જેવું એ છે કે લોકો જમીન પડાવવા માટે નિતનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે. પરાક્રમસિંહે ભચાઉ પોલિસને નામજોગની અરજી કરી છે. જેમા ભચાઉના રુપા મંગા રબારી અને તેમની સાથે બે અજાણ્યા શખ્સોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે લેંડ ગ્રેબિંગ અંગે કાયદો બહાર પાડ્યો છે. જે મુજબ ગેરકાયદેસર કબ્જા વાળી જમીન દબાણ મુક્ત થાય અને દબાણકારોને આકરી સજાઓ થાય તેવી જોગવાઈઓ કરવામા આવેલ છે. અત્રે આપને જણાવી દઈએ કે આ કાયદા અંતર્ગત પહેલો કેસ જામનગર ખાતેથી કરવામા આવ્યો હતો. ત્યારે હવે આ અરજી ઉપર ભચાઉ પોલીસ શું કામગીરી કરે છે અને કઈ કલમો લગાવી આરોપીઓની સામે કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે.

રીપોર્ટ : ગની કુંભાર, ધ ન્યુઝ ટાઈમ્સ, ભચાઉ


Post a Comment

0 Comments

close