મુંદ્રા તાલુકાના નાના કપાયાની જીંદાલ સો લીમીટેડ ના શ્રમીકો ઉતર્યા હડતાળ પર:જાણો હકીકતો

Live Viewer's is = People

મુંદ્રા તાલુકાની જિંદાલ સો લિમિટેડ ના શ્રમિકોએ ઠાલવ્યો આક્રોશ. શ્રમિકોના શોષણનો આક્ષેપ.



કચ્છમાં અનેક જગ્યાએ કંપનીઓ સ્થપાયેલી છે ત્યારે કચ્છ ખાતે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના પરપ્રાંતિય મજુરો અને કામદારો વસ્યા છે. અને પોતાના પેટ ખાતર અલગ અલગ કંપનીઓમા મજુરી કરતા હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક શોષણ થવાના બનાવો બનતા હોય છે



તેવી રીતે આજે મુંદ્રા તાલુકાના નાના કપાયા ખાતે આવેલ જિંદાલ શો ના શ્રમીકો સાથે થયું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. મજૂરો ના જણાવ્યા પ્રમાણે તેમની પાસે ૧૨ કલાક સુધી કામ લેવાય છે અને ચુકવણું માત્ર કલાકનું કરવામાં આવે છે. કામદારો ને ઓવરટાઈમ વિશે પુછતા જાણવા મળેલ કે, ઓવરટાઈમની ફુટી કોડી પણ ચુકવાતી નથી.



ત્યારે ભોજન અંગે પણ શ્રમીકોએ ઉભરો ઠાલવ્યો હતો કે, મેસ મા આપવામા આવતું જમવાનું એટલી હલકી ગુણવત્તાનું હોય કે, કુતરાઓ પણ ના ખાય. અને જો કામ દરમ્યાન કામદારોને ઈજા થાય કે કાયમી ખોડ ખાંપણ આવી જાય તો નિયમોનુસાર વળતર ચુકવવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. કંપનીના શોષણ સામે લાંબા સમયથી કામદારોમા આક્રોશ ધરબાયેલો હતો. જે આજે સવારે જ્વાલામુખીની જેમ ભભુકી ઉઠ્યો. કંપનીના મુખ્ય દરવાજા સામે કામદારોના ટોળા એકત્ર થયા હતા અને કંપની વિરુધ્ધ સુત્રોચ્ચાર કરી, દેખાવો કરી હડતાળ પાડી હતી. અને માંગણી કરી હતી કે, નિયમોનુસાર કલાકના કામ પેટે રુ.૧૨,૦૦૦ બાર હજાર અને ૧૨ કલાકના કામ પેટે રુ.૧૮,૦૦૦ અઢાર હજારનું ચુકવણું કરવામા આવે.



કચ્છમાં દરેક જગ્યાએ કંપનીઓમાં કામદારોનું શોષણ થાય છે. શ્રમિકો ના મજૂરોના હિતમાં અવાજ ઉઠાવતાં યુનિયનો પણ હોય છે. પરાંતુ યુનીયનના હોદ્દેદારો અને જવાબદાર તંત્રોને કંપનીઓ ગાંધી બાપુના ફોટા વાળા કાગળીયા આપી દેવાય છે. જેથી કામદારોનો અવાજ દબાઈ જાય છે. આજે કામદારોએ યુનીયનોને પણ આડેહાથ લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે



Post a Comment

0 Comments

close