કુતિયાણાના ધારાસભ્યની સરાહનીય પહેલથી ખેડૂતોમા હર્ષની લાગણી વ્યાપી

Live Viewer's is = People

કુતિયાણાના ધારાસભ્યની સરાહનીય પહેલથી ખેડૂતોમા હર્ષની લાગણી વ્યાપી

કુતિયાણા તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટેના પાણી માટે ધોરાજી ભાદર ૨ ડેમની ઓફિસે પહોંચ્યા.



ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા લોકોને વચન આપ્યા પ્રમાણે દર વર્ષે સિંચાઈ માટેના રૂપિયા ખેડૂતોને બદલે પોતે ચુકવે છે.ધારાસભ્ય દ્વારા ચાર લાખ રૂપિયા કરતાં પણ વધારે ની રકમ કુતિયાણા તાલુકાના ખેડૂતો માટે ભાદર ડેમમાંથી સિંચાઇ માટેનું પાણી છોડવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૂકવવામાં આવી.કુતિયાણા તાલુકાનું ખેડૂતોનું એક મંડળ ધારાસભ્ય ના પીએ સાથે ધોરાજી ખાતે રૂપિયા લઈને પહોંચ્યું. ધોરાજી પાસે ના ભુખી ગામના ભાદર ૨ ડેમમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે ઉપલેટા, માણાવદર, કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર સુધીના સવાસો થી દોઢસો ગામના લોકોને  ૧૫૦૦૦ વિઘા જેટલી જમીનમાં પિયત  માટે નો ફાયદો થશે. કુતિયાણા તાલુકાના ધારાસભ્ય મારા વચન ફરી પોતાનું વચન પૂરું કરતા ખેડૂતોએ પણ હર્ષની લાગણી અનુભવી હતી.

રિપોર્ટ બાય: કૌશલ સોલંકી ધોરાજી





Post a Comment

0 Comments

close