માનવતાનું સચોટ ઉદાહરણ પુરું પાડતું હર હર મહાદેવ, અમદાવાદ

Live Viewer's is = People

અમદાવાદમાં માનવતાનું મહાન ઉદારણ પૂરું પાડતું  હરહર મહાદેવ ગ્રુપ 




લોક ડાઉનના સમયથી હાથ ન લંબાવી શકતાં પરિવારોની જઠરાગ્નિ કરી રહ્યાં છે શાંત 



હાલના કપરા કાળમાં એકતરફ દેશનાં યુવાનો બેકાર બન્યાં છે ત્યારે સમગ્ર દેશમાં આર્થિક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવા કપરા સમયમાં અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં હરહર મહાદેવ ગ્રુપે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 




હર હર મહાદેવ ગ્રુપના પ્રેમલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભરપેટ દાળ ભાત માત્ર પાંચ રૂપિયામાં જમાડીને મધ્યમ વર્ગીય પરિવાર અને રંક પરિવારોની જઠરાગ્નિ શાંત કરી રહ્યાં છે. પાંચ રૂપિયા લેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર એટલોજ છે કે, હાથ ન લંબાવી શકતા સ્વાભિમાની પરિવાર પણ આ અન્નક્ષેત્રનો લાભ લઇ શકે. અને આવા લોકો પણ પોતાના પેટની ભૂખ સંતોષી શકે. આ સેવાકાર્યની શરૂઆત કરવાની પ્રેરણા લોકડાઉન સમયથી મળી છે. અનેક આવા સ્વાભિમાની અનેક પરિવારો છે, જે કોઈની સામે હાથ લંબાવી શકતા નથી અને પેટનો ખાડો પુરવો દુષ્કર બનીજાય છે. એવા પરિવારોને શોધી શોધીને આ હરહર મહાદેવ ટ્રસ્ટ દ્વારા તેઓના ઘરે ટિફિન પહોંચાડીને માનવતા મહેકાવી હતી. અને હવે રોજગારી નથી ત્યારે શું કરવું..? જેને ધ્યાને લઈને આવા મહાન કર્યો કરતું હરહર મહાદેવ ગ્રુપ દ્વારા જો કોઈ પાસે પાંચ રૂપિયા પણ ન હોય તેવા લોકોને પણ ભરપેટ પ્રેમથી દાળભાત જમાડીને તેમના આશીર્વાદ મેળવે છે. આવું માનવતાનું કાર્ય કરતા ગ્રુપ અને ગ્રુપના કાર્યકરોની અમદાવાદની જનતા દિલથી સરાહના કરી રહી છે.



આપ પણ આ સેવાના કાર્ય મા ભાગ લઈ શકો છો. હર હર મહાદેવ ગ્રુપને આપ કોઈ રીતે મદદ કરવા માંગતા હોવ તો નીચે દર્શાવેલ પિક્ચરમા ગ્રુપને લાગતો ખર્ચનો દાન આપી સેવાકાર્ય કરી શકો છો. ફુલ નહીં તો ફુલની પાંખડી. યથા શક્તિ દાન આપી જઠરાગ્નિ શાંત કરાવવા વિનમ્ર અપીલ.

રિપોર્ટ: ચિરાગ પાટડીયા, ધ ન્યુઝ ટાઈમ્સ, અમદાવાદ.

Post a Comment

0 Comments

close