તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

કચ્છના ધોરડો ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાનશ્રીના હસ્તે અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માંડવી ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 કચ્છના ધોરડો ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાનશ્રીના હસ્તે અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માંડવી ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું

કચ્છના ધોરડો ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અંદાજે રૂપિયા ૮૦૦ કરોડના ખર્ચે સ્થપાનાર ૧૦૦ એમ.એલ.ડી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. માંડવી તાલુકાના ગુંદિયાળી ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં સમુદ્રના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાના ડિસેલિનેશન પ્લાન્ટનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો.




આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, દરેક પ્રજાજનોને સ્વચ્છ અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ સરકારની પ્રાથમિકતા રહી છે. આજે છેવાડાના માનવી સુધી પીવાના પાણીની સુવિધા રાજય સરકારે ઉપલબ્ધ કરાવી છે.





આ તકે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જલજીવન મિશન અંતર્ગત છેવાડાના માનવીને નળના માધ્યમથી ઘર-ઘર સુધી પીવાનું પાણી મળી રહે તે આશયથી નલ સે જલ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનને સાર્થક કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાની હેઠળ આ દિશામાં મક્કમતાથી કાર્ય થઈ રહ્યુ છે.

      માંડવીના ગુંદિયાળી ખાતે સ્થપાનાર આ ડિસેલિનેશન પ્લાન્ટમાંથી રોજનું ૧૦ કરોડ લીટર પાણીનો જિલ્લાના માંડવી, મુન્દ્રા, લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાના ૩૦૦ થી વધુ ગામો-શહેરી વિસ્તારોના ૮ લાખથી વધુ લોકોને લાભ મળશે. જિલ્લામાં પીવાના પાણી સંબંધિત વિશાળ માળખાકીય સુવિધાઓ નિર્માણ કર્યા હોવાનું જણાવ્યું હતું.

દરેક પ્રજાજનોને સ્વચ્છ અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ સરકારની પ્રાથમિકતા - મંત્રીશ્રી કુંવરજી બાવળીયા


આ તકે ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના સભ્ય સચિવશ્રી મયુર મહેતાએ યોજનાકીય પરિચય આપતાં કહ્યું કે, ગુજરાતના ૧૬૦૦ કિમી લાંબા દરિયાકાંઠે આવેલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગંધાવી ખાતે ૭૦ એમ.એલ.ડી, ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે ૭૦ એમ.એલ.ડી, કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગુંદિયાળી ખાતે ૧૦૦ એમ.એલ.ડી. અને ગીર સોમનાથ જિલ્લાના વડોદરા ઝાલા ખાતે ૩૦ એમ.એલ.ડી. ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

આ પ્રસંગે કચ્છ ઝોનના પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેરશ્રી એ.જી.વનરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ કાર્યપાલક ઇજનેરશ્રી જગદીશભાઈ ચૌહાણે આભારવિધિ કરી હતી.




આ પ્રસંગે અગ્રણી સર્વશ્રી અનિરુદ્ધ ભાઈ દવે, દિલીપભાઇ ત્રિવેદી, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગંગાબેન સેંધાણી, મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દશુબા નટુભા ચૌહાણ, પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચૌધરી, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી સૌરભ શાહ, વાસ્મોના યુનિટ મેનેજર શ્રી ડી.સી.કટારીયા, જી.ડબલ્યુ.આઇ.એલ.ના જનરલ મેનેજરશ્રી ધરાબેન વ્યાસ સહિત અગ્રણી સર્વશ્રીઓ સુરેશભાઇ સંઘાર, વિશ્રામભાઇ ગઢવી અને દેવાંગભાઇ દવે, છાયાબેન ગઢવી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા






સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ