જાણિતા લેખક અને કવિ કિશોર શાહ દિગ્દર્શીત કચ્છની પહેલી સાહિત્યીક ફિલ્મ રમત

Live Viewer's is = People

 જાણિતા લેખક અને કવિ કિશોર શાહ દિગ્દર્શીત કચ્છની પહેલી સાહિત્યીક ફિલ્મ રમત



ફિલ્મ રમતનો પોસ્ટર


     કચ્છમિત્રના કટાર લેખક અને કિશોર શાહ અને ભુજના ફોટોગ્રાફર રોહિત પઢીયાર દ્વારા સર્જાયેલી શોર્ટ આર્ટ ફિલ્મ 'રમત' ને ખરેખર કઈ કેટેગરી મા મુલવી શકાય? આ ફિલ્મ નથી સામાજીક, કે નથી ધાર્મિક. આ શોર્ટ ફિલ્મમા સ્ત્રીનો કોઈ પાત્ર નથી અને હિંસાત્મક દ્રશ્યો પણ નથી. કોઈ પાત્ર શરાબ કે ધુમ્રપાનનું સેવન કરતા હોય તેવા કોઈ દ્રશ્યો નથી છતા પણ આ ફિલ્મ પ્રેક્ષણીય છે.

     વર્ષ ૨૦૧૬ માં નિર્મિત વિસ મિનીટની આ શોર્ટ ફિલ્મમાંં અસંખ્ય વિષયોને પુર્ણ ન્યાય આપવામા આવ્યો છે. પ્રથમ તો કઠોપનિષદના મુળ સિધ્ધાંતને દર્શાવવામા આવ્યો છે. એકદમ ટુંકા અને વેધક સંવાદોમા ફિલોસોફી છતી થાય છે. આ ઉપરાંત જૈન ધર્મના સંથારા લેવાના સિધ્ધાંતોને ખુબજ આડકતરી રીતે કંડારવામા આવ્યો છે. જ્યારે યોગ પણ આ ફિલ્મનું એક પાસું છે. સાહિત્ય આ ફિલ્મમા સબળ ભાગ ભજવે છે. ડો. સુરેશ દલાલની અને કવિ મનોજ ખંડેરીયાની પંક્તિઓ આ ફિલ્મનિ કરોડરજ્જુ છે. જેના પર આ ફિલ્મ બનાવવાની પ્રેરણા લેખક અને દિગ્દર્શક કિશોર શાહ ને મળી છે. આ ઉપરાંત મિત્રતાની ઉચ્ચ ભાવના આ ફિલ્મમાં કંડારાઈ છે.
આ ફિલ્મમા પ્રતિકાત્મક્તા ખુબ જ છે. અહિં મુળ વાત સમય ની કરવામાં આવી છે. કહેવાય છે કે એક ફોટોગ્રાફર હજાર શબ્દોની ગરજ સારે. આ સિધ્ધાંતને ધ્યાનમા લઈએ તો આ ફિલ્મ કેટલી લંબાઈ ધરાવે છે તે મહત્વનું નથી પણ કેટલી ઊંડાણ વાળી આ ફિલ્મ છે તે અતિ મહત્વનું છે. 

સંવાદની વાત કરીએ તો આ ફિલ્મમા માત્ર બે પાત્રો વચ્ચે જ સંવાદ ચાલે છે છતાં કેટલાય પાત્રો એકદમ ચુપ રહીને મુખ્ય પાત્રો સાથે પોતાનો અસ્તિત્વ ધરાવે છે તે જોવા જેવું છે. આવી અર્થપુર્ણ ફિલ્મમાં ભુજના જ બે કલાકારોએ મુખ્ય ભુમિકા ભજવી છે. મિત્રોની મુખ્ય ભુમીકામાં આશુતોષ મહેતા અને આનંદ શર્માએ જીવ રેડી દિધો છે. ત્યારે બિજીબાજુ ભુજના ફોટોગ્રાફર રોહિત પઢીયારે ફિલ્મની સુરેખ સિનેમેટોગ્રાફી, પરફેક્ટ કમ્પોઝીંગ અને ચુસ્ત એડીટિંગ કર્યા છે. કિશોર શાહે કથા, પટકથા, સંવાદો લખવાની સાથે સાથે દિગ્દર્શન પણ કર્યુંં છે.  જેમના સંવાદો ટુંકા છે પરંતુ વેધક છે. ફિલ્મની સાઉન્ડ ડીઝાઈન શિલ્વા સ્ટુડીયોના પરાગ ઠક્કરે કરી છે. જેમણે સાઉન્ડ ઈફેક્ટો, અને ફિલ્મના અંતે ગુંજતા ચર્ચ ઓર્ગન ના ધ્વની ને સુંદર રીતે રેકોર્ડ કર્યો છે. 


કિશોર શાહ (સંગોઈ), મુંબઈ, ભુજ



હવે આ ફિલ્મ કચ્છમા બની છે અને ગુજરાતી ભાષામા કંડારવામા આવી છે. બહારના લોકોને જેમને ગુજરાતી ન આવડતી હોય તેમના માટે અંગ્રેજીમા સબટાઈટલ લખવા માટે બિદડાના ડો. ધીરજ છેડાએ જહેમત ઉઠાવી છે. કચ્છમાં બનેલી રમત એક નવી જાતની રમત છે. આ રમત શું છે તે જાણવા માટે તો એકવાર ફિલ્મ જોવીજ રહી. તેના માટે નીચે જણાવેલ લિંક પર ક્લિક કરો અને કચ્છની સાહિત્યિક ફિલ્મ રમત એકવાર અચુક જોવો.

રમત ફિલ્મ જોવા માટે આ લિંક પર ક્લિક કરવા વિનંતિ...

https://www.youtube.com/watch?v=WNgDC9RFIqU


અને હા ફિલ્મ જોયા પછી આપના પ્રતિભાવો જરુરથી આપશો. જે ફિલ્મકારો માટે પ્રેરણારુપ બની રહેશે.


Post a Comment

0 Comments

close