દેશ ના માજી વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે રાપર ખાતે કિશાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો

Live Viewer's is = People

દેશ ના માજી વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે રાપર ખાતે કિશાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો




આજે દેશ ના માજી વડાપ્રધાન અટલબિહારી વાજપેયી ના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં કિશાન કલ્યાણ કાર્યક્રમ યોજાયાઈ રહયો છે તે નિમિત્તે વાગડ વિસ્તારમાં પણ ખેતીવાડી અધિકારી અને જિલ્લા બાગાયત વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું માજી ધારાસભ્ય પંકજ મહેતા ના મુખ્ય મહેમાન પદે યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતો ને જુદી જુદી યોજનાઓ હેઠળ કિટ આપવામાં આવી હતી આજે સુશાસન દિવસ નિમિત્તે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો ના અવિરત વિકાસ હેઠળ ખેડૂતો નૈ વિવિધ યોજનાઓ હેઠળ જેવી કે જમીન સમથળ આધારિત પાક ઉત્પાદન પધ્ધતિ. સોઈલ કાર્ડ નવિન ટેકનોલોજી. હાઈટેક ખેતી વિમા કવચ. કૃષિ ઇનપુટ સહાય સાત પગલાં ખેડુત કલ્યાણના. મુખ્ય પાક સંગ્રહ યોજના. કિશાન પરિવહન પ્રાકૃતિક ખેતી નિભાવ સહાય પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા કીટ ફળ શાકભાજી ના છૂટક વિક્રેતા ને વિના મૂલ્યે છત્રી હેનડ ટુલસ કીટ. તાર ની વાડ. પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધી. યોજના હેઠળ રાપર તાલુકાના ખેડૂતો ૧૦૮૦ ને જુદી જુદી યોજનાઓ હેઠળ ૧૨૧૩  કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ નાના વેચાણ કારો ને છત્રી કવર આપવામાં આવી હતી તેમજ વિકસતી જાતિ કલ્યાણ ખાતા દ્વારા દરજી કામ ની કીટ. સમાજ કલ્યાણ ખાતા દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ દરજી કામ કડીયાકામ કીટ. જીલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા સુથારી કામ અને પાપડ બનાવવા ની કિટ. પશુપાલન વિભાગ દ્વારા પશુ પાલન પુરસ્કાર આપવામાં આવી હતી આમ રાપર તાલુકામાં એક કરોડ પચ્ચીસ લાખ ની સહાય આપવા મા આવી હતી.



આ પ્રસંગે માજી ધારાસભ્ય પંકજ મહેતા. માજી જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા ઉમેશ સોની રશ્મિન દોશી  ડોલર રાય ગોર લાલજી કારોત્રા કેશુભા વાધેલા માયાભાઈ ધૈડા  કરશનભાઈ મંજેરી અનોપસિંહ વાધેલા મેમાભાઈ ચૌહાણ નશાભાઈ દૈયા મોરારદાન ગઢવી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.



તેમજ અધિકારીઓ કે. પી. સોજિત્રા, જીલ્લા બાગાયત અધિકારી, મામલતદાર એચ. જી. પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડા, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, તુલસી ઠાકોર, ખેતીવાડી અધિકારી મનોજ ભાઈ સોલંકી, વી. એસ. દેસાઈ, ડો. અંજલિ રાઠોડ, ડો. કિરણ રાજપૂત, પોલીસ ઈન્સ્પેક્ટર જી. એલ. ચૌધરી, બી. પી. ગુંસાઇ, વી. એસ. દેસાઈ, એ. એચ. જાદવ, વી. એમ. રાઠોડ, ભીખાભાઈ પ્રજાપતિ, સોનાગરા, પંકજ રાઠોડ, જીતુ સિંધવ, જે. બી. લેઉવા, દિપક ચૌધરી, વિજયાબેન પરમાર સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડા એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા ખેતીવાડી અધિકારી મનોજ સોલંકી અને ગ્રામ સેવકો એ સંભાળી હતી. સંચાલન  મયંક પંડ્યા એ કર્યું હતું.

રિપોર્ટ: ગની કુંભાર, ધ ન્યુઝ ટાઈમ્સ, ભચાઉ.



Post a Comment

0 Comments

close