અમદાવાદીઓએ ચુકવ્યું અધધધ દંડ, છતાં પણ લોકોની ગાફેલીયત બરકરાર

Live Viewer's is = People

અમદાવાદમાં રાત્રી કરફ્યુ છતાં લોકો બહાના શોધી ફરતા ઝડપાયા. કોરોના અંગેની ગંભીરતા નથી જનતામાં.




દિવાળી પછી કોરોના કેસની સતત વધારો થતા  સરકાર દ્વારા રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવામાં આવેલ છે. જેમાં અમદાવાદના નવાવાડજ અખબાર નગર સર્કલ પાસે રાત્રે ૯ વાગ્યા પછી પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલ. આ ચેકિંગમાં ટુ વ્હીલર અને ફોરવ્હિલર વાહન ચાલકોને પોલીસ દ્વારા ઊભા રાખીને પૂછપરછ કરાતા યોગ્ય જવાબ આપનાર ને જવા દેવામાં આવ્યા હતા. અને પોલીસ દ્વારા સ્થળ ઉપર ૨૬ જેટલા મેમો ફાળવવામાં આવેલ હતા. રાત્રી કર્ફ્યુ દરમિયાન પણ લોકો દ્વારા અલગ-અલગ બહાના બતાવવામાં આવી રહ્યા હતા. અત્યાર સુધી માસ્ક  ન પહેરવા બદલ ચાર લાખ લોકોને ૨૨ કરોડનો દંડ કરવામાં આવેલ છે. 



અમદાવાદીઓએ ચુકવ્યું અધધધ દંડ, છતાં પણ લોકોની ગાફેલીયત બરકરાર

અમદાવાદમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી અંદાજે ૨૨ કરોડ રૂપિયા જેટલી રકમનું દંડ ઉઘરાવવામાં આવેલ તેમ છતાં હજી રોજના બે હજારથી પચ્ચીસસો લોકો માસ્ક વગરના પકડાઈ રહ્યા છે. માસ્ક ની જગ્યાએ એક વ્યક્તિ રૂમાલ બાંધેલ પોલીસ દ્વારા તેની પાસેથી દંડ વસુલ કરેલ. અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવેલ કે, કોરોના ની મહામારી થી બચવા રાજ્ય સરકાર દ્વારા માસ્ક પહેરવું ફરજિયાત કરેલ છે ત્યાર થી આજદિન સુધી ચાર લાખ લોકો પાસેથી ૨૨ કરોડ જેટલી રકમ દંડ પેટે વસૂલ કરેલ છે. અમદાવાદ શહેર પોલીસે એક દિવસમાં માસ્ક વગરનાને પકડીને અંદાજે ૪૦ લાખ જેટલો  દંડ વસૂલેલ છે.


રિપોર્ટ : ચિરાગ પાટડીયા, ધ ન્યુઝ ટાઈમ્સ, અમદાવાદ

Post a Comment

0 Comments

close