કૃષિ સહાય યોજના અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનારા અંજારના વી.સી.ઇ અને ગ્રામ સેવક સન્માનિત કરાયા.

Live Viewer's is = People

કૃષિ સહાય યોજના અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનારા અંજારના વી.સી.ઇ અને ગ્રામ સેવક સન્માનિત કરાયા.



‘‘સ્વૈચ્છિક કામગીરીથી પોતાની મહેનતના જોરે સ્થાનિક રોજગારી મેળવવાની આ તકને સન્માનિતોએ દિપાવી છે. ૧૪ હજાર જેટલી અરજીઓ જગતના તાતને સમયસર કૃષિ સહાય પહોંચાડી તમે સાચા કર્મવીરો અભિનંદનના અધિકારી છો. તમને પાયાના પથ્થરોને પોંખવાનું પરમ સૌભાવ્ય અમારૂ છે’’ એમ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું. કર્મના માન સન્માન છે. કૃષિ સહાય યોજના હેઠળ અંજાર તાલુકામાં ૧૩,૬૬૪ જેટલા ખેડૂતોને રૂ.૨૩.૭૬ લાખ ની રકમ સહાય ઝડપથી ટુંક સમયગાળામાં પહોંચતી કરી છે તેનું ગૌરવ અમને છે. આવનારા સમયમાં દરેક કામમાં (વી.સી.ઇ) ગ્રામ કોમ્પ્યુટર સાહસિકની મદદથી કામ ઝડપી બનશે. અંજાર તાલુકા પંચાયત કચેરી ખાતે કૃષિ સહાય યોજના અંતર્ગત વિશિષ્ટ કામગીરી બદલ અંજાર તાલુકાના ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો તથા ગ્રામસેવકોને સન્માનવાના સમારોહમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણમંત્રી અને પ્રવાસન રાજયમંત્રીશ્રીએ પાયાની કામગીરી કરનારાને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. ‘‘સ્વૈચ્છિક કામના સમયે ઘરે બેઠા રોજગારી મેળવતાં આપ સૌને સન્માનીને સરકાર ગૌરવ અનુભવે છે. પાંચ દિવસમાં વિકાસની રફતાર હેઠળ અંજાર વિધાનસભામાં રૂ.૫૦ કરોડના વિકાસ કામો પ્રજાને અર્પણ કરવાની શરૂઆત છે. સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રૂ.૩૭૫૦ કરોડ કૃષિ સહાય પેકેજમાં આપવાનું નકકી કર્યુ અને તમે પ્રમાણિકપણે સમયમર્યાદામાં પુરું કર્યુ છે તેનું ગૌરવ છે’’ તેમ રાજયમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.


     અંજાર તાલુકાની ગ્રામ પંચાયતોમાં વીલેજ કોમ્પ્યુટર સેન્ટર પ્રિન્યોર અને ગ્રામસેવકો થઇ કુલ ૫૯ જેટલા કર્મીઓને સન્માનતા પ્રાંત અધિકારી ડો.વી.કે.જોશીએ જણાવ્યું કે, ‘‘ગ્રામ્યસ્તરે પંચાયતના કામકાજ કરી લોક સુવિધાનું વાહન કરનારા પાયાના કર્મવીરોને બિરદાવું છું. ગ્રામ્યસ્તરે નિયત સમયમાં ઝડપથી ખેડૂતોને સહાય પહોંચતી કરવાની પ્રસંશનીય કામગીરી માટે પ્રોત્સાહિત કરવાના મંત્રીશ્રીના નવતર અભિગમને પણ સૌએ વખાણ્યો છે.’’ અંજાર તાલુકામાં ઉપસ્થિત મહાનુભાવોએ સન્માન સમારોહમાં પ્રમાણપત્ર આપી પંચાયત કચેરી અને ખેતી વિભાગના કર્મીઓને બિરદાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અંજારમાં ૨૩.૭૬ લાખની કૃષિ રાહત સહાય ચૂકવવામાં આવી છે. 



આ પ્રસંગે સન્માનિતો સહિત તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી બાબુભાઇ મરંડ, તા.પં.પ્રમુખશ્રી ગોવિંદભાઇ ડાંગર, કાનજી શેઠ, તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.જી.દેસાઇ, મામલતદારશ્રી ભંડેરી, વિસ્તરણ અધિકારીશ્રી વ્યાસ તેમજ તાલુકા અગ્રણીઓ કોવીડ-૧૯ની ગાઇડલાઇન મુજબ ઉપસ્થિત રહયા હતા. 






Post a Comment

0 Comments

close