તહેવારોના દિવસોમા કચ્છમાં વકર્યો કોરોના, ભુજ શહેર તથા તાલુકાના ૨૦ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Live Viewer's is = People

તહેવારોના દિવસોમા વકર્યો કોરોના, ભુજ શહેર તથા તાલુકાના ૨૦ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા




જીલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં મુન્દ્રા રિલોકેશન સાઇટમાં આવેલ ઘર નં.બી-૮૮ (મિતેશભાઇ ઉપેન્દ્રભાઇ ઠાકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૪/૧૧ સુધી, ભુજ તાલુકાના મિરઝાપર ગામે ગોપાલપુરીમાં દબાસીયા હોસ્પિટલ પાછળ આવેલ વ્રજલાલ સુરજી ઠકકરના ઘરથી પ્રેમજી લાલજી પિંડોરીયાના ઘર સુધી કુલ-૬ ઘરોને તા.૨૪/૧૧ સુધી, ભુજ શહેરમાં એન.આર.આઇ. કોલોનીમાં આવેલ નિલેશ નવીનભાઇ જોશીનું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ શહેરમાં વાલરામનગર-૧ માં રઘુવંશી ચોકડી પાસે આવેલ વીનાબેન પુનિતભાઇ ઠકકરનું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં આવેલ દિપાલી હરેશભાઇ ચંદેનું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામી નગરમાં ઓધવ પાર્ક-૨ માં આવેલ ઘર નં.ડી-૧૦ (હેમલભાઇ આર.બ્રહમક્ષત્રિય) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૬/૧૧ સુધી, ભુજ શહેરમાં વોકળા ફળીયામાં આવેલ વિક્રમ લાલજીભાઇ ઠકકરનું ઘર કુલ-૧ ઘરને તા.૨૬/૧૧ સુધી, ભુજ શહેરમાં ન્યુ ઘનશ્યામનગર, માનવમંદિરમાં આવેલ નયનાબેન ઉમીયાશંકર ગોરનું ઘર કુલ-૧ ઘરને તા.૨૪/૧૧ સુધી, ભુજ તાલુકાના મિરઝાપર ગામે હનુમાનજી મંદિરવાળી શેરીમાં આવેલ વિનોદ દેવજી હિરાણીના ઘરથી વિવેકસિંગ ચન્દ્રકુમારસિંગ ગોરના ઘર સુધી કુલ-૧૫ ઘરોને તા.૨૮/૧૧ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં આવેલ ઘર નં.૧૧-બી (અબ્દુલ કરીમ મેમણ) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૬/૧૧ સુધી, ભુજ શહેરમાં અનમ એપાર્ટમેન્ટમાં આવેલ સુનિલ જયંતિલાલ પારેખનું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે વિરાજ હોટેલમાં આવેલ રૂમ નં.૧૦૪ (વાલજી નારણ કેરાસીયા) ના રૂમથી રૂમ નં.૧૦૬ /(બંધ રૂમ) સુધી કુલ-૩ રૂમને તા.૨૫/૧૧ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે પ્રમુખ પાર્કમાં આવેલ શશિકાન્ત ગાંડાભાઇ બાંભરોડીયાના ઘરથી કેસરસિંહ સોઢાના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૨૬/૧૧ સુધી, ભુજ શહેરમાં આર.ટી.ઓ. રિલોકેશનમાં આવેલ ઘર નં.૧૩-બી (ઉષાબેન ધમેન્દ્રભાઇ મચ્છર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ શહેરમાં સરપટ ગેટ ચોપદાર શેરીમાં આવેલ અબ્દુલકયુમ ઈબ્રાહિમ ચોપદારનું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ શહેરમાં વાલ્મીકીનગરમાં આવેલ રવજીભાઇ ગાભાભાઇ પરમારનું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ શહેરમાં જનતાનગરીમાં આવેલ ઉષાબેન જસવંત ગડવાળાનું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧૧ સુધી, ભુજ તાલુકાના ભારાસર ગામે હનુમાનજી મંદિરની સામે આવેલ અશ્વિન નારણભાઇ વરસાણીનું ઘર કુલ-૧ ઘરને તા.૨૪/૧૧ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે નવાવાસમાં રામમંદિર તળાવવાળી શેરીમાં આવેલ હિરજી રવજી શિયાણીના ઘરથી સાલેમામદ ઈશા ચાકીના ઘર સુધી કુલ-૪ ઘરોને તા.૨૬/૧૧ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે દરબારવાડી શેરીમાં આવેલ હાર્દિક મહેન્દ્રભાઇ લાછાણીના ઘરથી પ્રદિપ કાન્તીલાલ મકવાણાના ઘર સુધી કુલ-૧૦ ઘરોને તા.૨૯/૧૧ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.



    આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ડો.વિમલ જોશી દ્વારા ફરમાવેલ છે.




Post a Comment

0 Comments

close