કચ્છના પ્રવેશદ્વાર સામખીયાળી મધ્યે જલારામ જયંતિ ની ઉજવણી કરાઈ

Live Viewer's is = People

 કચ્છના પ્રવેશદ્વાર સામખીયાળી મધ્યે જલારામ જયંતિ ની ઉજવણી કરાઈ 


કચ્છના પ્રવેશદ્વાર સામખીયાળી મધ્યે જલારામ જયંતિ ની ઉજવણી કરાઈ હતી. ભચાઉ તાલુકાના સામખીયાળી ગામે સંત સિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૧ મી જન્મ જયંતી ની કોવિડ 19 ના નિયમો ને ધ્યાનમાં રાખી સોશિયલ ડીસટન્સ અને માસ્ક પહેરીને  ઉજવણી કરવામાં આવી હતી. સામખીયાળી લોહાણા મહાજન પ્રમુખ રમેશભાઈ પીતામ્બરભાઇ ગંધા ની અધ્યક્ષતામાં મહાજન વાડીના રીનોવેશન વિશે ચર્ચા કરવામાં આવી હતી ત્યાર બાદ બપોરે ૧૨-૦૦ કલાકે જલારામ બાપાની આરતી કરવામાં આવી હતી.


     જલારામ જયંતિના શુભ દિવસે યોજાયેલિ આરતીમાં મહાજન ના પ્રમુખ રમેશભાઈ ગંધા ઉપપ્રમુખ દિનેશભાઈ રૈયા, જયેન્દ્રભાઇ ચન્નારાણા મંત્રી ભાવેશ રાજદે, સહમંત્રી નરભેરામભાઇ આદુઆણી, પ્રભુલાલ કાથરાણી, ચંપકલાલ ચન્નારાણા, નવિનભાઇ કારીઆ, ધનસુખભાઇ રાચ્છ, ભચાઉ તાલુકા રઘુવંશી શોશીયલ ગ્રુપનાં પ્રમુખ ધીરજલાલ કારીઆ મહામંત્રી દિનેશભાઈ ગંધા તથા સમાજના લોકોએ આરતીમાં ભાગ લીધો હતો તો સમુહ પ્રસાદ ના દાતા તરીકે નટવરલાલ મોહનલાલ કારીયા પરિવાર (સંઘવી પેટ્રોલિયમ વાળા) રહ્યા હતા વ્યવસ્થા યુવક મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર રતિલાલ ઠક્કર તથા યુવક મંડળ ના સભ્યોએ સંભાળી હતી.

રીપોર્ટ ગની કુંભાર-ભચાઉ

Post a Comment

0 Comments

close