ભુજ ખાતે પ્રવાસી માહિતી કેન્દ્રમાંથી કચ્છ પ્રવાસનથી માહિતગાર બનો

Live Viewer's is = People

ભુજ ખાતે પ્રવાસી માહિતી કેન્દ્રમાંથી કચ્છ પ્રવાસનથી માહિતગાર બનો

 


ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડની પ્રવાસી માહિતી કેન્દ્ર – ભુજ કચેરી દ્વારા પ્રવાસન ને વેગ આપવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રમાં પ્રવાસન અંગેની માહિતી, જેમાં પ્રવાસન સ્થળો, ફેસ્ટિવલ્સ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. તોરણ હોટેલ્સ, રણઉત્સવ, સ્ટેચ્યું ઓફ યુનિટી, હોમ સ્ટે, વાહન અંગે માહિતી તેમજ બુકિંગ સુવિધાઓ આપવામાં આવી રહી છે.



પ્રવાસીઓ ને મદદરૂપ નીવડે એ મુજબનું વિનામુલ્યે પ્રવાસી સાહિત્ય ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. હોમ સ્ટે, ટુર ઓપરેટર, હોટેલ અને રિસોર્ટ રજીસ્ટ્રેશન, ટુરીઝમ પોલિસી અંગે માહિતી આપવામાં આવી રહી છે. 

ડિજિટલ માધ્યમ દ્વારા “કચ્છ પ્રવાસન” ના શીર્ષક હેઠળ ફેસબૂક પેજ  બનાવવામા આવેલ છે. જેની લિંક નીચે મુજબ છે. ત્યા જઈને પણ વધારે માહીતી લઈ શકાય છે.

https://www.facebook.com/tibbhuj/ 

તેમજ યુટ્યુબ ચેનલ પણ બનાવવામા આવેલ છે. જેની લિંક નીચે મુજબ છે. ત્યા જઈને પણ વધારે માહીતી લઈ શકાય છે.

 https://www.youtube.com/channel/UCD2fbi8sDHZn222ghlW_07w

આ સિવાય ઇન્સ્ટાગ્રામ અને વ્હોટસએપ નં +91-9727723943 જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મપર સતત પ્રવાસીઓ માટે રસપ્રદ અને ઉપયોગી માહિતી આપવામાં આવી રહી છે. જેને FOLLOW કરવા વિનંતી છે. 

હવાઈ યાત્રા કરતાં પ્રવાસીઓ માટે પણ ઉપરોક્ત તમામ સુવિધા એરપોર્ટ – ભુજ મધ્યે સતત પૂરી પાડવામાં આવી રહી છે. આ અંગેની વિગતે માહિતી મેળવવા પ્રવાસી માહિતી કેન્દ્ર ભુજ કચેરીના સંપર્ક સૂત્ર આસી. મેનેજર પ્રિયંકા જોશી, પ્રમોદકુમાર બળિયા, અર્જુનસિંહ જાડેજા, ચિરાગ સોલંકી અને એરપોર્ટ ભુજ ખાતે કલીમ સમા છે.



ગુજરાત પ્રવાસન કચેરીનું પ્રવાસી માહિતી કેન્દ્ર નુ સરનામુ નીચે જણાવેલ છે. જ્યાંથી રુબરુ જઈને માહીતી લઈ શકાય તેમ છે. 

કચેરીનું સરનામું:-

પ્રવાસી માહિતી કેન્દ્ર, 

ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડ

પહેલો માળ, માહિતીભવન, બહુમાળી ભવનની સામે,

ભુજ (કચ્છ) - ૩૭૦૦૦૧. ફોન નં. - ૦૨૮૩૨ ૨૨૪૯૧૦ 


વધુ માહિતી અંગે અમારો સંપર્ક કરી શકો છો એમ પ્રવાસી માહિતી કેન્દ્ર – ભુજ કચેરીના આસી. મેનેજર કુ. પ્રિયંકા જોશી દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.


Post a Comment

0 Comments

close