The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો...કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
વિડિઓ સમાચાર (Shorts)
The News Times
સમાચાર શોધો
ભચાઉ તાલુકાના ૨ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
📅પ્રકાશિત: Wednesday, November 25, 2020•⏱️વાંચન સમય: ૨ મિનિટ
👁️ગણતરી થાય છે...વાંચકોએ જોયું
— જાહેરાત (Google AdSense In-Article Top) —
ભચાઉ તાલુકાના ૨ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભચાઉ તાલુકાના લુણવા ગામના આહિરવાસમાં વરચંદ રણછોડભાઇ રાઘાભાઇના ઘરથી છાંગા ભરતભાઇ દેવાભાઇના ઘર સુધીને તા.૬/૧૨ સુધી, ભચાઉ તાલુકાના નંદગામના ચાવડાવાસમાં રાવલ ચંદુલાલ લાભશંકરના ઘરથી ચાવડા સામજીભાઇ નારણભાઇ ઘર સુધીને તા.૫/૧૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી પી.એ.જાડેજા દ્વારા ફરમાવેલ છે.
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ
ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.
0 ટિપ્પણીઓ: