તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

પ્રાંતિજ ભારતીય જનતા પાર્ટી તાલુકા અને શહેર મંડલ દ્વારા સ્વ. કેશુભાઈ પટેલ ને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 પ્રાંતિજ ભારતીય જનતા પાર્ટી તાલુકા અને શહેર મંડલ દ્વારા સ્વ. કેશુભાઈ પટેલ ને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા તમેજ શહેર ભાજપ દ્વારા ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ને શ્રધ્ધાંજલી અર્પવા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ના નિધન થી સમસ્ત ગુજરાત મા તેમના સમર્થકો માં શોક ની લાગણી પ્રસરી ગઇ હતી સ્વ. કેશુભાઈ પટેલ કેશુબાપા ના હુલામણા નામથી સમગ્ર ગુજરાતમાં પ્રચલિત બન્યા હતાં તેઓ ખેડૂત પુત્ર હતાં અને કિસાનો ના હમદર્દ હતાં તેમના શાસન કાળ ને આજે પણ ગુજરાત ની જનતા યાદ કરે છે જનસંધ ની સ્થાપના વખતથી રાજકીય ક્ષેત્રે જોડાયેલા કેશુભાઈ પટેલ ૧૯૮૦ માં ભાજપ ની સ્થાપના થઇ ત્યાર થી જ પાયા ના કાર્યકર રહ્યા હતાં આજે ગુજરાત માં અને કેન્દ્ર માં ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને છે ત્યારે કેશુભાઈ પટેલ જેવા સંનિષ્ઠ વ્યક્તિ ની ભારે ખોટ પડી છે શ્રધ્ધાંજલી કાર્યક્રમ માંં સાંસદ દિપસિંહ રાઠોડ  , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ  , પાલિકા પ્રમુખ દિપકભાઇ કડીયા, ઉપપ્રમુખ જગદીશભાઇ કિમતાણી, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ, માર્કેટયાર્ડ ના ચેરમેન રાજુભાઇ પટેલ, નગરપાલિકાના બાંધકામ સમિતિ ના ચેરમેન રાજેશભાઈ ટેકવાણી, કોર્પોરેટર ધવલભાઇ રાવલ, બીપીનભાઈ સોની, સહિત ભાજપ કાર્યકરો ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને પુષ્પાંજલિ અર્પવા માં આવી હતી.

રીપોર્ટ- ઊમંગ રાવલ, પ્રાંતિજ

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ