વાગડમાં વસંત લાવતી રાપર તાલુકાની વાગડ શિક્ષણ સમિતિ

Live Viewer's is = People

 વાગડમાં વસંત લાવતી રાપર તાલુકાની વાગડ શિક્ષણ સમિતિ

શિક્ષક કયારેય સાધારણ નથી હોતા. રાષ્ટ્રનું નિર્માણ અને સંહાર તેમના વિચાર, વિધાર્થીઓ અને શિક્ષણ પર નકકી કરી શકાય છે.



જળ, રણને પહાડની ત્રિવિધ પ્રકૃતિ ધરાવતા કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વાગડ વિસ્તારમાં શિક્ષણની જાગૃતિ અને રસ વધે એ આશયથી ૨૦૧૪માં રાપર તાલુકાના શિક્ષકોએ વાગડ શિક્ષણ સમિતિ નામની ઓપન કલબ શરૂ કરી. જેમાં માત્ર શિક્ષકો જ નહીં પરંતુ શિક્ષણમાં રસ ધરાવતાં અને પોતાનું યોગદાન આપવા ઈચ્છનાર કોઇપણ જોડાઇ શકે છે. સમિતિના સભ્યો સ્વખર્ચે સેવા કરે છે. વાગડના અંતરીયાળ અને દુરના ગામોમાં જયાં શિક્ષણની ભૂખ છે. ત્યાં ભેખ લગાવીને સ્થાનિકોની સહાયથી આ સમિતિના નકકી કરેલ સભ્યો પહોંચીને શિક્ષણની જયોત જલાવે છે.



     શિક્ષણ સંદર્ભે થતાં રચનાત્મક અને હકારાત્મક કાર્યો માટે બધા સ્વતંત્ર છે. રાપર તાલુકામાં ૩૦૦ ઉપરાંત પ્રાથમિક શાળાઓ છે. તેના સહયોગથી અંદાજે ૫૦ જેટલા નિયમિત સભ્યો શિક્ષણની કામગીરી કરી રહયા છે.



    બાળકો અને શિક્ષકો માટે મજબૂત પ્લેટફોર્મ એવી આ સમિતિ તાલુકાના અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં મુલાકાતો લે છે. શૈક્ષણિક સાહિત્ય નિર્માણ કરે છે. ભવિષ્યમાં ક્રિયાત્મક સંશોધનો અને શોધો દ્વારા શિક્ષણની મુશ્કેલીઓ તથા અવરોધોને નિવારવાના ઉપાયો યોજતી રહી છે. આ સમિતિની ઈતર પ્રવૃતિઓ, કવીઝ સ્પર્ધાઓ, સ્પોર્ટસ, ચિંતન શિબિરો, સાહિત્ય અક્ષર સુધારણા કાર્યક્રમ, વર્કશોપ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન કાર્યક્રમોથી શિક્ષકો વિધાર્થીઓનું સન્માન પણ કરાય છે.



    સોશિયલ મીડીયા અને ઈ-યુગનો પણ આ સમિતિ બખુબી ઉપયોગ કરે છે. વાગડ શિક્ષણ સમિતિનાં બ્લોગ vagadnidharohar.blogspot.in દ્વારા તાલુકાના તમામ બાળકોને આવરી લેવામાં આવે છે.
માલીસર વાંઢ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી વિજયકુમાર ચૌધરી બાબુભાઇ મોર અયોધ્યાપુરી કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક ડો.દિનેશ પંચાલ અને વિજયકુમાર જાની તેમજ ત્રંબૌ કુમાર પ્રાથમિક શાળાના અરજણભાઇ ડાંગર, ગેલીવાડી પ્રા.શાળાના લાલજીભાઇ ચાવડા અને જેપીનગર પ્રા.શાળાના શિક્ષકશ્રી અરવિંદકુમાર રાવલના પરામર્શ હેઠળ ‘વાગડ શિક્ષક’ સામયિક પણ પ્રગટ થાય છે. બ્લોગ પર બાળકોના ટેસ્ટ લેવાય છે. ૩ થી ૮ ના બાળકોનો ગુજરાતીમાં ૪૬૪ વાર અને અંગ્રેજીમાં ૩૦ વાર ગણિતમાં ૬ થી ૮ ધોરણ માટે ૨૮ વાર અને ધોરણ ૪ થી ૮ ના માટે ૭૮ વાર હિન્દીમાં ટેસ્ટ લેવાયો છે.




રાપર તાલુકાના વાગડ સુના વિસ્તારના અંતરિયાળ ગામના બાળકો, વાલીઓ અને શિક્ષણપ્રેમીઓ પણ આ બ્લોગનો લાભ લેતા રહે છે. કોરોના વાયરસ કોવીડ-૧૯માં પણ શિક્ષકો અને આ ઈ-સુવિધાથી વાગડમાં શિક્ષણની વસંત મહેંકી રહી છે



Post a Comment

0 Comments

close