લોકોની સાવચેતી માટે અમલી કરાતા કોવીડ-૧૯ના જાહેરનામાને જાણો

Live Viewer's is = People

 

લોકોની સાવચેતી માટે અમલી કરાતા કોવીડ-૧૯ના જાહેરનામાને જાણો



અતિ જટિલ શ્વાચ્છોશ્વાછનો ચેપ એટલે કોરોના કોવીડ-૧૯ SARS-COV-2 દ્વારા થતો ચેપી રોગ એટલે કોરોના કોવીડ-૧૯ સાર્સ કોરોના વાયરસ કોવીડ-૧૯ જેને નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ અને કોરોના તરીકે ઓળખીએ છીએ.

મોટાભાગે ખાંસી આવવા, છીંક વડે એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં પ્રસરતા કોવીડ-૧૯માં સામાન્ય રીતે ૨ થી ૧૪ દિવસો વચ્ચે લક્ષણો દેખાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO  અને યુએસ સેન્ટર્સ ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્સ (CDC) તેમજ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા નિયમિત રીતે સમયાંતરે જનજાગૃતિના ભાગરૂપે ભલામણ કરવામાં આવે છે કે જો વાયરસના લક્ષણો અનુભવાય કે દેખાય કે શંકા ઉદભવે તો તાત્કાલિક કેન્દ્ર સરકારની આરોગ્ય સેતુ એપની મદદ લો, નજીકના આરોગ્ય કેન્દ્ર કે ઘેર બેઠાં ૧૦૪, ૧૦૮ ની મદદ લઇ રેપીડ ટેસ્ટ કરાવો. ઘનવંતરી રથ, ૧૦૪, કોરોના કોવીડ વિજયરથ, અને આસપાસના જાણીતા આરોગ્ય કર્મીની મદદ લો.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ અનવયે કોવીડ-૧૯ ને ધી ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ જાહેર કરેલ છે. કોવીડ-૧૯ અટકાયત અને નિયંત્રણના ત્વરીત પગલાં અમલી કરવા અને વહીવટી સરળતા માટે જરૂરી તકેદારીના પગલાં તાત્કાલિક ભરાય માટે કોવીડ-૧૯ ના પોઝીટીવ કેસ જાહેર થાય એટલે ત્યાં તાત્કાલિક કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાય છે. જાહેર જનતાના સ્વાસ્થયહિત અને સાવચેતી માટે કન્ટેન્મેન્ટ પ્લાન/માઈક્રો કન્ટેન્મેન્ટ પ્લાન સબંધિત વિસ્તારના અધિકૃત અધિકારીઓ જાહેર કરે છે.

જાહેર કરેલા કન્ટેન્મેન્ટ કોવીડ-૧૯ કન્ટેન્મેન્ટ ઝોનમાં સરકારી માણસો, તંત્ર, અસરકર્તાઓને, વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે જીવનજરૂરી આવશ્યક ચીજો હોમ ડીલીવરીથી ઘરે પુરી પાડે છે. કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરાતી કોવીડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર જાહેર જનતાએ અનુસરવાનું હોય છે. વહીવટી તંત્ર દ્વારા પ્રસિધ્ધ કરાતાં જાહેરનામાના કોઇપણ નિયમનો ભંગ કરનાર વ્યકિત વિરુધ્ધ પગલાં લેવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ ભારતી દંડસહિતાની કલમ-૧૮૮ ની જોગવાઇ મુજબ શિક્ષા પાત્ર થાય છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે થાણાના હેડ કોન્સટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. જયાં પોઝીટીવ કેસ જોવા મળે ત્યાં આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે અને પ્રતિબંધિત વિસ્તારમાં દરેકે તેનું પાલન કરવાનું હોય છે.

આવા વિસ્તારમાં સરકારી ફરજ પર હોય તેવા વ્યકિત સિવાયના તમામ લોકોની તમામ પ્રકારની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા કોવીડ-૧૯ના સંક્રમણને નાથવા થઇ રહેલા પ્રયાસોમાં આપણે સૌએ પણ સમજદારી ભર્યા પગલાંઓને અમલી બનાવીને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આપેલા મંત્ર કોરોના હારશે ગુજરાત જીતશે માં ભાગીદારી નોંધાવી અમૂલ્ય ફાળો આપીએ.

Post a Comment

0 Comments

close