કોરોનાના કપરાકાળમાં ઝળહળી માનવતાની જયોત.માનવ જયોત સંસ્થાએ અનલોક-૪ સુધી કુલ ૧,૫૨,૧૫૨ લોકોને ઝૂપડા-ભુંગા સુધી ભોજન પહોંચાડયું

Live Viewer's is = People

કોરોનાના કપરાકાળમાં ઝળહળી માનવતાની જયોત.માનવ જયોત સંસ્થાએ અનલોક-૪ સુધી કુલ ૧,૫૨,૧૫૨  લોકોને ઝૂપડા-ભુંગા સુધી ભોજન પહોંચાડયું

વૈશ્વિક મહામારી કોરોનાના કપરાકાળમાં દેશ અને રાજયમાં સાવચેતી અને સલામતીના ભાગરૂપે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી જે પૈકી લોકડાઉન અને અનલોક-૪ સુધી વિવિધ તબક્કાઓમાંથી લોકોને પસાર થવું પડયું. સરકારને સહકાર આપવા સામાન્યજનથી લઇ સ્વૈચ્છિક સંગઠનો પણ સેવાયજ્ઞમાં જોડાયા.



કોવીડ-૧૯ને હરાવવા અને તેના સંક્રમણને રોકવા માસ્ક વિતરણ, સેનેટરાઈઝ, ગરમ ઉકાળા, આર્યુવેદ અને હોમિયોપેથી દવાનું વિતરણ તેમજ ભોજન અને રાશનકીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.કચ્છ જિલ્લામાં પણ અનેકવિધ સંસ્થાઓ સંગઠનો અને સમાજો સેવાકીય પ્રવૃતિથી માનવતાને મહેકાવી હતી. જે પૈકી માનવ સેવા એજ પ્રભુ સેવાના મંત્રને વરેલી માનવજયોત સંસ્થાએ પણ સેવાની માનવતાની જયોત મહેકાવી.કોરોના વાયરસના કારણે ઉભી થયેલી સંકટની પરિસ્થિતિમાં માનવજયોત સંસ્થાએ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ આરંભી છે.



કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના માર્ગદર્શન હેઠળ જી.કે.જનરલ હોસ્પિટલ પાસે ગરમ ઉકાળો પીવડાવવાનું શરૂ કર્યુ તેમજ ભુજના વિવિધ ૪૦ વિસ્તારોમાં જઇ રોગપ્રતિકારક શકિત વધારવાના ઉકાળા ૨૦,૬૭૮ લોકોને પીવડાવ્યા.માનવજયોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા આશ્રમે અનલોક-૪ સુધી ૧,૫૨,૧૫૨ લોકોને તેમના ભૂંગાઓ, ઝુંપડાઓ સુધી અનાજ પહોંચાડયું. આજે પણ રસોઇ બનાવી જરૂરતમંદોને પહોંચાડે છે.




Post a Comment

0 Comments

close