તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભચાઉ શહેર તથા તાલુકાના વધુ ૪ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 

ભચાઉ શહેર તથા તાલુકાના વધુ ૪ વિસ્તારને
 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા


જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભચાઉ શહેરના ભટપાળીયા વિસ્તારમાં શ્રી સવજીભાઇ સાજણભાઇ પરમારના ઘરથી શ્રી રમેશભાઇ કાનજીભાઇ કારીયાના ઘર સુધીને તા.૯/૧૦ સુધી, ભચાઉ શહેરના સીતારામપુરા વિસ્તારમાં શ્રી હબીબ જુસબ કુંભારના ઘરથી શ્રી સલીમ ઈઝરીન દિવાનના ઘર સુધીને તા.૮/૧૦ સુધી, ભચાઉ શહેરના તયબાનગર વિસ્તારમાં શ્રી ઈબ્રાહિમ સુમાર અબડાના ઘરથી શ્રી સુલેમાન કારા ભટીના ઘર સુધીને તા.૭/૧૦ સુધી, ભચાઉ તાલુકાના લુણવા ગામમાં એન.આર.ઈ.કોક કંપનીના કોલોનીમાં ચંદ્રપાલ દેવરાજ પાલના ઘરથી શ્રી સુર્યમણી કોરનાકરવિશ્વ પાલના ઘર સુધીને તા.૧૦/૧૦ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી પી.એ.જાડેજા દ્વારા ફરમાવેલ છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ