તિલકવાડાં આરોગ્ય વિભાગ ની ટિમ દ્વારા તિલકવાડાં નગર માં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યું

Live Viewer's is = People

તિલકવાડાં આરોગ્ય વિભાગ ની ટિમ દ્વારા તિલકવાડાં નગર માં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યું



             આજ રોજ તિલકવાડાં નગર માં તિલકવાડાં તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર સુબોધ કુમારના માર્ગદર્શન હેઠર તિલકવાડાં આરોગ્ય વિભાગ ની ટિમ દ્વારા તિલકવાડાં નગર ના વિવિધ વિસ્તારો માં જઇ ને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો.

     ગુજરાત માં રોજેરોજ કોરોના ના કેશો માં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાં થી બાકાત રહ્યો નથી નર્મદા જિલ્લા ના તિલકવાડાં તાલુકા માં પણ રોજે રોજ કોરોના પોજેટિવ ના કેશો નોંધાઈ રહ્યા છે ત્યારે કોરો


ના ના વધતા પ્રકોપ ને રોકવા માટે તિલકવાડાં વહીવટી તંત્ર.આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગ ના કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ તિલકવાડાં આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ દ્વારા તિલકવાડાં નગર ના વિવિધ વિસ્તારો માં ચેકઅપ ની કામગીરી કરીને કોરોના ના સંક્રમણ ને રોકવા માટે વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે

       તિલકવાડાં નગરમાં છેલ્લા કેટલાક દિવસો થિ કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજ રોજ તિલકવાડાં આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ દ્વારા તિલકવાડાં નગર માં ડોર. ટુ.ડોર જઈને  કેટલાક લોકો નું થર્મલ ઘન વડે ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું અને કેટલાક લોકો નું કોરોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે નગરજનો દ્વારા કોરોના ના પ્રકોપ ને રોકવા માટે આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ ને પૂરેપૂરો સહકાર આપવામાં આવ્યો હતો


રિપોર્ટર વસીમ મેમણતિ, લકવાડાં

Post a Comment

0 Comments

close