સૂર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ સહાય દરે વિતરણ કરાશે.આગામી ૩૦મી સુધી આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કરી શકાશે

Live Viewer's is = People

 સૂર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ સહાય દરે વિતરણ કરાશે.આગામી ૩૦મી સુધી આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કરી શકાશે


રાજય સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિતાર્થે નવીન બાબત તરીકે કપાસ, દિવેલા અને બાગાયત પાકોમાં જંતુઓના પ્રબંધન માટે ‘‘ખેડૂતોને સૂર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ (સોલાર લાઇટ ટ્રેપ) સહાય દરે વિતરણ’’ અંગેની યોજના બહાર પાડવામાં આવી છે.


     આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૯૦ ટકા અથવા રૂ.૪૫૦૦/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ સિવાયના તમામ ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૭૦ ટકા અથવા રૂ.૩૫૦૦/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે. જેની ઓનલાઇન અરજી કરવા www.ikhedut.gujarat.gov.in પોર્ટલ ઉપર આગામી તા.૩૦મી સપ્ટે.૨૦૨૦ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે.


     આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા કચ્છ જિલ્લાના ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતેના વી.સી.ઈ. મારફત અથવા ઈન્ટરનેટ મારફતે www.ikhedut.gujarat.gov.in પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરીને અરજદાર ખેડૂતોએ સહી કરેલા ઓનલાઇન અરજીપત્રકની પ્રિન્ટ આઉટ, ૭/૧૨ ની નકલ, ૮-અ ની નકલ, આધાર કાર્ડ સાથે લિંક હોય તેવા પોતાના બેંક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ્ડ ચેક સહિતના જરૂરી દસ્તાવેજો સત્વરે ગ્રામ સેવક અથવા જે તે તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી (ખેતી) ની કચેરીને સાધનિક કાગળો સાથે દિન-૭ માં અરજી આપવાની રહેશે.
      કચ્છ જિલ્લાના ખેડૂતોએ આ યોજનાનો વધુમાં વધુ લાભ લે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી, કચ્છ દ્વારા અનુરોધ કરાયો છે

Post a Comment

0 Comments

close