મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનું અંજાર ખાતે રાજયમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ

Live Viewer's is = People

 

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનું અંજાર ખાતે રાજયમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ


        રાજય સરકારના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧માં નવી યોજના સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત આજરોજ અંજાર ખાતે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનું લોકાર્પણ કર્યુ હતું.



        કચ્છ જિલ્લામાં થયેલી ૨૬૧ ટકા મેઘમહેરથી રાજી થતાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ યોજનાનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, વિકાસની હરણફાળમાં ખેડૂત કલ્યાણના સાત પગલાં મહત્વપૂર્ણ છે જે પૈકી આજરોજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના બે પગલાંનો પ્રારંભ કર્યો છે. રાજયના સર્વાંગી અને સંતુલિત વિકાસમાટે સરકાર પ્રયત્નશીલ અને અગ્રેસર છે. મા નર્મદાના પાણી સૌની યોજના થકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચીને ખેડૂતોને સમૃધ્ધ કરશે.



        આ વર્ષે મેઘની મહેર થઇ તેમાં કચ્છમાં સૌથી વધુ વરસાદ પડયો છે. આ વાતને હર્ષભેર વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની કાર્યશકિત વધારવા તેમને સહાય આપવામાં આવે તો ખેડૂતોના બાવડામાં બળ છે. ખેડૂતોને બળ પુરું પાડવા સાત પગલાં ખેડૂત કલ્યાણના રાજય સરકારે આરંભ્યા છે. ખેડૂત સમૃધ્ધ ગામ સમૃધ્ધ તો રાજયસમૃધ્ધના મંત્રને વરેલી રાજય સરકારે કિસાન પાક સંગ્રહ ગોડાઉન યોજના, કિસાન પરિવહન યોજના, પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન યોજના, ફળ શાકભાજી માટે છત્રી સહાય, સ્માર્ટ હેન્ડ ટુલ કીટ, કાંટાળી વાડ આંતરિક સહાય જેવી સાત પગલાં કલ્યાણ યોજના હેઠળ અમલી બનાવી છે. વાવણીથી લઇ વેચાણ સુધી સરકાર ખેડૂતોની ચિંતા કરે છે. આગામી સમયમાં દિનકરયોજના હેઠળ ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપવાની યોજના વડાપ્રધાનશ્રી દ્વારા ઉદઘાટન કરાશે. એમ પણ મુખ્યમંત્રીશ્રીએ માહિતી આપી હતી.



        સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રીએ અંજાર ખાતે જણાવ્યું હતું કે, ૧૫ કરોડ ૫૨ લાખ રૂપિયાની સહાય આ યોજના હેઠળ કચ્છને ફાળવવામાં આવશે. ગાંધીધામના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ આ તકે ખેડૂતોના પડખે સદા ઉભી રહેતી સરકારની આ સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાથી કચ્છના ખેડૂતો વધુ સમૃધ્ધ થશે એમ જણાવ્યું હતું. કુદરતી આપતિઓમાં અને જરૂર પડે સરકાર સદાય ખેડૂતોની મદદ માટે તત્પર છે એમ તેમણે જણાવ્યું હતું.ખેતી નિયામકશ્રી ડી.એમ.મેણાતે સ્વાગત પ્રવચનમાં આજે પ્રારંભ થનારી યોજનામાં બે યોજનાની સૌને માહિતીગાર કર્યા હતા.ભચાઉના ખેતી મદદનીશ નિયામકશ્રી એન.બી.નાયકે આ તકે આભારવિધિ કરી હતી.


        આ તકે કુલ ૩૩ લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજુરીપત્રો અને હુકમોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું. આ બે યોજના પૈકી કચ્છમાં કુલ ૫૧૭૫ અને ૩૭૭ મંજુરી અને હુકમ પત્રો આપવામાં આવશે.કોરોના કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુરૂપ ઉપસ્થિત આ કાર્યક્રમમાં કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., તાલીમી IAS શ્રીનિધિ શિવાચ, અંજાર ટીડીઓ એ.જે.દેસાઇ, અંજાર મામલતદારશ્રી અફઝલ મંડોરી, આત્મ પ્રોજેકટ ડાયરેકટરશ્રી એ.ઓ. વાઘેલા તેમજ અગ્રણી સર્વશ્રી હરિભાઇ જાટિયા, બાબુભાઇ વેલાભાઇ, જિલ્લા-તાલુકા અગ્રણીઓ, ખેડૂતભાઇ-બહેનો, ગ્રામસેવકો, તલાટીઓ અને કૃષિ બાગાયત અને પશુપાલનના સબંધિત અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

Post a Comment

0 Comments

close