કચ્‍છ જિલ્‍લામાં કોરોના સામે જંગ લડવા વહેલા નિદાન માટે આજથી ઘરે ઘરે ફરીને સર્વે કરવામાં આવશે

Live Viewer's is = People

 કચ્‍છ જિલ્‍લામાં કોરોના સામે જંગ લડવા વહેલા નિદાન માટે આજથી ઘરે ઘરે ફરીને સર્વે કરવામાં આવશે

કચ્‍છ જિલ્‍લામાં કોરોના સામે જંગ લડવા માટે સદીઓ જુના સિધ્‍ધાંત “વહેલું નિદાન, સમયસર સારવાર” પર ધ્‍યાન કેન્‍દ્રીત કરીને આજથી ઘરે ફરીને આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા સર્વે કરવામાં આવશે. વધુ માહિતી આપતાં મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારીએ જણાવ્‍યું હતુ કે કચ્‍છ જીલ્‍લામાં આઈ.ઈ.સી. જનજાગૃતિ માટે ૧૩૨૪ આરોગ્‍ય ટીમો દ્વારા ઘરે ઘરે ફરીને સર્વે કરવામાં આવશે જેમાં લોકોને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જણાયથી સઘન સર્વેક્ષણ દ્વારા સર્વેમાં અલગ યોગ્‍ય નિદાન કરીને ત્‍વરીત સારવાર કરવામાં આવશે. જેનાથી લોકોને સમયસર સારવાર મળી રહેશે અને કોરોના ને નાબૂદ કરી શકાશે.

        જીલ્‍લામાં હાલે ૧૬ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, ૬૭ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, ૧૦ શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ઉપરાંત ૧૨ કોવીડ હોસ્‍પીટલ જેમાં (૧) જૂની હરિ ઓમ હોસ્‍પીટલ આદિપુર (ર) નવી હરિ ઓમ હોસ્‍પીટલ આદિપુર (૩) એલાયન્‍સ હોસ્‍પીટલ, મુન્‍દ્રા (૪) વાયબલ હોસ્‍પીટલ, ગડા તા.ભુજ (૫) એસ.ડી.એચ. અંજાર (૬) એસ.ડી.એચ.ગાંધીધામ (૭) એન્‍કરવાલા હોસ્‍પીટલ, મસ્‍કા, તા.માંડવી (૮) શ્રી કચ્‍છી ભાનુશાલી ઓધવરામ સત્‍સંગ મંડળ, રાતા તળાવ, તા.અબડાસા (૯) સ્‍ટ્રલીંગ હોસ્‍પીટલ ગાંધીધામ (૧૦) સેન્‍ટ્રલ હોસ્‍પીટલ, ભુજ (૧૧) જે.કે. હોસ્‍પીટલ ભુજ અને (૧ર) લીલાશાહ કુટીર, આદિપુર પર વિના મુલ્‍યે તાવ, શરદી, ઉધરસ તથા કોરોનાની સારવાર ઉપલબ્‍ધ છે 



     આ ઉપરાંત કોઈ પણ તકલીફ જણાય તો ૧૦૪ તથા ૧૦૮ હેલ્‍થ હેલ્‍પલાઈન નંબર તથા જીલ્‍લાના કન્‍ટ્રોલ રુમ નંબર (૦૨૮૩૨) ર૫૨૨૦૭ ઉપર ચોવીસ કલાક મદદ મેળવી શકાશે. આ સર્વેલન્‍સનો મુખ્‍ય ઉદેશ કોરોનામાં લોકો અને અસરગ્રસ્‍તોમાં તકલીફ અને ભય ઘરે તેમજ સમયસર નિદાન અને સારવાર મળી રહે છે આ માટે આજથી શરુ થતા કોવીદ સર્વેમાં આરોગ્‍ય ટીમને સહકાર આપવા લોકોને અપીલ કરવામાં આવે છે તેવું મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારી, જીલ્‍લા પંચાયત કચ્‍છ-ભુજ દ્વારા જણાવાયું છે.  


Post a Comment

0 Comments

close