ભુજ શહેર તથા તાલુકાના વધુ ૭ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Live Viewer's is = People

 ભુજ શહેર તથા તાલુકાના વધુ ૭ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા



જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં મીરઝાપર હાઈવે પર પરીન પાર્કમાં શ્રી હરિ ઓધવરામ હોસ્પિટલની પાછળ આવેલ અસ્મિતભાઇ ચંદ્રકાન્તભાઇનું ઘર તથા સામે દિપ્તિબેન જાનીના ઘરથી જયંતિ વાસાણીના ઘર સુધી કુલ-૩ ઘરોને તા.૧૧/૧૦ સુધી, ભુજ તાલુકાના ભારાપર ગામે સંઘાર ફળીયામાં આવેલ નિઝામ મુસ્તાકઅલી ખોજાનું ઘર કુલ-૧ ઘરને તા.૧૧/૧૦ સુધી, ભુજ તાલુકાના કોટડા (ઉગમણા) ગામે નવદુર્ગા સોસાયટીમાં આવેલ મોનીકાબેન સંદિપ ભાવાણીના ઘર સહિત જમણી બાજુ રૂશ્મણીબેન ડાયાલાલ ધોળુના ઘરથી ડાભી બાજુ અરવિંદ મનજી ભાવાણીના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૧૧/૧૦ સુધી, ભુજ શહેરમાં ૫-વિજયનગરમાં જી.ઈ.બી. સામેની ગલીમાં આવેલ કાંતિલાલ સ્વરૂપચંદ વોરાનું ઘર કુલ-૧ ઘરને તા.૧૨/૧૦ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં ગુણાતીતચોકમાં આવેલ ઘર નં.સી-૨૭૯ (દક્ષાબેન અજીતભાઇ ભાનુશાળી) ના ઘર સહિત ઘર નં.૨૭૯ (જગદીશ લાલજી ડોડીયા) ના ઘરથી ઘર નં.સી-૨૮૦ (હસમુખ નારણ ચૌહાણ) ના ઘર સુધી કુલ-૩ ઘરોને તા.૧૨/૧૦ સુધી, ભુજ શહેરમાં તળાવ શેરીમાં ૬ કોટી સ્થાનકની સામે લવલી વાળી ગલીમાં આવેલ ભારતીબેન વોરાનું ઘર કુલ-૧ ઘરને તા.૧૨/૧૦ સુધી, ભુજ શહેરમાં છઠ્ઠીબારીમાં કેશવ એપાર્ટમેન્ટમાં આવેલ ભાવેશભાઇ ખીમજીભાઇ મહેતાના ઘરથી કેતનભાઇ ખીમજી મહેતાના ઘર સુધીને કુલ-૫ ઘરોને તા.૧૨/૧૦ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાણી દ્વારા ફરમાવેલ છે

Post a Comment

0 Comments

close