નખત્રાણા-લખપત-અબડાસા તાલુકામાં આદર્શ આચાર સંહિતા સંપૂર્ણ અમલી

Live Viewer's is = People

 

નખત્રાણા-લખપત-અબડાસા તાલુકામાં આદર્શ આચાર સંહિતા સંપૂર્ણ અમલી

કોવીડ-૧૯ની કામગીરીને અસર નહિં


વિધાનસભા પેટા ચુંટણી-૨૦૨૦ અન્વયે આદર્શ સંહિતાની અમલવારી બાબતે આજરોજ કલેકટર કચેરી ખાતે આચાર સંહિતા અમલીકરણ અધિકારીશ્રી મેહુલ જોશી અને નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એમ.બી.પ્રજાપતિની અધ્યક્ષતા હેઠળ સમીક્ષા બેઠક યોજાઇ.

કચ્છ જિલ્લાના અબડાસા મતવિસ્તારની વિધાનસભા પેટા ચુંટણી ૨૦૨૦ હેઠળ આ મતવિસ્તારમાં લાગુ પડતા ત્રણ તાલુકા નખત્રાણા, અબડાસા અને લખપતમાં આદર્શ ચુંટણી આચાર સંહિતાનો ગઇકાલથી સંપૂર્ણ અમલ થઈ ગયો છે. સમગ્ર જિલ્લામાં રાજકીયપક્ષો અને સરકારમાં અમલી થતી બાબતો અને નિષેધ કરાતી પ્રવૃતિ બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. અબડાસા મત વિસ્તારમાં આદર્શ ચુંટણી આચાર સંહિતા મુજબ સરકારી કાર્યક્રમો, યોજનાઓ અને વિકાસ કામગીરી, સરકારી પ્રચાર-પ્રસાર કરી શકાશે નહીં. સમગ્ર કચ્છ જિલ્લામાં અસરકર્તા બાબતોમાં આંશિક આચારસંહિતા લાગુ પડશે. આચારસંહિતાના પગલે સરકારી અધિકારી/કર્મચારીઓની બદલી અને રજા ઉપર પ્રતિબંધ અમલી છે. આચાર સંહિતાને લગતી સંપૂર્ણ બાબતો અબડાસા મતવિસ્તારને લાગુ પડશે.

વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ તેમજ કુદરતી આપદા કે હોનારતમાં આદર્શ ચુંટણી આચાર સંહિતાનો અમલ લાગુ નહિં પડે આ સંદર્ભે કરવાની થતી જાહેરહિતની કામગીરી અને અમલવારી આચારસંહિતામાંથી મુકત રહેશે. આ બેઠકમાં સરકારી કચેરીઓ અને સબંધિત અધિકારી/કર્મચારીઓ પર અસરકર્તા બાબતો વગેરે પર ચર્ચા કરવામાં આવી હતી.

Post a Comment

0 Comments

close