ભુજનો હમિરસર તળાવ ઓગનવાની તૈયારીમાં દસ વર્ષના વ્હાણાબાદ ભુજના નાગરીકોના હૈયા ચડશે હિલોડે

Live Viewer's is = People

 

ગુજરાતમાં ભારે થી અતીભારે વરસાદીની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે કચ્છમાં મેઘરાજાએ છેલ્લા ત્રણ દિવસથી ધમાકેદાર બેટીંગ કરી છે. કચ્છના મોટાભાગના જળાશયો પાણી થી છલકાઈ ચુકયા છે. વધુ પડતો વરસાદ થવાને કારણે કયાંક નુકશાનીના સમાચારો પણ મળી રહયા છે. ભુજના નાગરીકોના હાર્દસમો તળાવ હમીરસર તળાવ બે દિવસના વરસાદ બાદ ઓગની ચુકયો હતો.છેલ્લા દસ વર્ષોથી હમીરસર તળાવ ઓગનવાનો ભુજના નાગરીકો રાહ જોઈ રહયા હતા. 


જયારે ભુજ વિસ્તારના ધારાસભ્યએ નર્મદાના નીરથી હમીરસર તળાવ ભરી દેવાની પોકળ જાહેરાતો કરી હતી. છેવટે મેઘરાજાએ મહેર કરતાં આજે હમીરસર તળાવ ઓગની ચુકયો છે.જેને જોવા ભુજના નગરજનોએ હમીરસર તળાવની વાટ પકડી હતી. ત્યારે સાતમ આઠમના મેળામાં થાય તેટલી મોટી સંખ્યામાં જનમેદની હમીરસર તળાવના કિનારે જોવા મળી હતી. જેના કારણે સ્થાનીક વહીવટીતંત્ર અને પોલિસ તંત્ર ધંધે લાગ્યું છે. કૃશ્ણાજીપુલ જર્જરીત હાલતમાં હોવાના કારણે ત્યાં પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે અને લોકોને ભીડ એકત્ર ન કરવા જણાવવામાં આવે છે. 



હમીરસર તળાવમાં પાણીની આવ જે શહેરના મોટાબંધ માંથી આવે છે જયાં કુદરતી નજારો સર્જાયો હતો. જેને નિહાળવા માટે પણ જનમેદની દેખાઈ હતી. ધીમીધારે વરસતા વરસાદ અને કોરોનાની મહામારીને ભુલી લોકો દસ વર્ષે ભરાયેલા હમીરસરના નવા નીરને વધાવવા અને નિહાળવા આવેલા હતા. અમુક લોકોએ જાતે હમીરસરની પાળ પાસે ઉભા રહી સિકકા અને પુજાપા વડે વરસાદી નવા નીરને વધાવતા જોવા મળ્યા હતા. દસ વર્ષના વ્હાણા બાદ હમીરસર તળાવ ભરાતા શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.


Post a Comment

0 Comments

close