ભુજના ૭ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Live Viewer's is = People

 ભુજના ૭ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા


જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરની નવી રાવલવાડી સિધ્ધિ વિનાયક મંદીરની બાજુમાં સ્વામીનારાયણ નગર-૨ માં કુશગર મોહનભાઇ ગુપ્તાના ઘરથી રમેશભાઇ જેઠાભાઇ ગોરના ઘર સુધી કુલ-૨ ઘર ને તા.૭/૯ સુધી, ભુજ શહેરના પ્રમુખ સ્વામીનગર વાઇટ હાઉસવાળી ગલીમાં આવેલ કપિલભાઇ નવીનભાઇ ઠકકરના ઘર સહિત તુલસીબેન ઠકકરના ઘરથી ભાનુશાળી માધવભાઇના ઘર સુધી તેમજ સોલંકી હિનાબેનના ઘરથી કટારીયા પ્રવિણભાઇ કરસનભાઇના ઘર સુધી કુલ-૧૦ ઘર ને તા.૭/૯ સુધી, ભુજ શહેરના રોટરીનગર સોસાયટી એન્જીનીયર કોલેજ પાસે રેણુકાબેન જગદીશ લાઠીકગરના ઘર સહિત ઘર નં.૪૦ જોષી દિવ્ય પ્રવિણભાઇના ઘરથી ઘર નં.૪૬ ધનુભા જાડેજાના ઘર સુધી, કુલ-૭ ઘર બંધ ઘર-૨ ને તા.૮/૯ સુધી, ભુજ શહેરમાં આવેલ યોગેશ્વરધામ સોસાયટી, યક્ષ મંદિર રોડમાં કિશોર મુળજી ઠકકરનું ઘર કુલ-૧ ઘરને તા.૭/૯ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે વિશાલનગરમાં આવેલ બંધ ઘરથી અરવિંદ મણીલાલ ભટ્ટીના ઘર સુધી તેમજ સામેની લાઇનમાં બંધ ઘરથી ઘનશ્યામ શંભુલાલ ઠકકરના ઘર સુધી કુલ-૭ ઘર ને તા.૮/૯ સુધી, ભુજ શહેરમાં આવેલ દરજી કોલોની, ટી.બી.હોસ્પિટલની સામે આવેલ માવજી સામજી શેખવાના ઘર સહિત કિશોર સામજી સોરઠીયાના ઘરથી મોહનભાઇ દેવજી ઠકકરના ઘર સુધી કુલ-૯ ઘર ને તા.૮/૯ સુધી, ભુજ શહેરમાં આવેલ આર.ટી.ઓ. રિલોકેશન શેરી નં.૧૧માં આવેલ પ્રમોદ દેવશી મચ્છરના ઘરથી જીતેન્દ્ર મુળશંકર ગોરના ઘર સુધી તેમજ સામેની લાઇનમાં રમણીક વીસનજી અજાણીના ઘરથી સુરેન્દ્ર ખીમજી સાવલાના ઘર સુધી કુલ-૬ ઘર ને તા.૯/૯ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું અંજાર-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાણી  દ્વારા ફરમાવેલ છે

Post a Comment

0 Comments

close