ભુજનું હૃદયસમું હમીરસર તળાવ વર્ષોના વિરામ બાદ ઓગન્યુ

Live Viewer's is = People

ભુજનું હૃદયસમું હમીરસર તળાવ વર્ષોના વિરામ બાદ ઓગન્યુ



ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.જેના પગલે ગઈકાલ રાત થી મેઘરાજાએ કચવહહના મુન્દ્રા માંડવી નખત્રાણા, અંજાર, બન્ની,ભુજ, અબડાસા વિગેરે પંથકમાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે કચ્છ ના પાટનગર ભુજનો હમીરસર તળાવ ઓગની જવા પામ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. છેલ્લા દસ વર્ષથી ભુજના નાગરિકો જેની રાહ જોતા હતા તેના પર ઇન્દ્રદેવની કૃપા દૃષ્ટિ થઈ અને આજે અત્યારે હમીરસર તળાવ ઓગન્યો છે.હમીરસર તળાવ ઓગની જવાના સમાચાર વાયુવેગે ફેલાઇ જતાં ભુજના નાગરિકો ઓગં જોવા માટે મોડી રાત્રે પરિવાર અને મિત્રો સાથે ઉમટી પડ્યા હતા. તળાવ ઓગનવાની તૈયારી હોવાના સમાચાર મળતાં ચીફ ઓફિસર નીતિન બોડાતે ઓગન ની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો. દસ વર્ષના લાંબા ઇન્તઝાર બાદ ભુજના નાગરિકોની ઈચ્છા ઈન્દ્રદેવે પૂરી કરતા ભૂજવાસી ઓ ના હૈયામાં અનોખો હરખ જોવા મળ્યો હતો.




Post a Comment

0 Comments

close