ભુજ તાલુકાના માધાપરમાં જુગાર રમતા પાંચ ખેલી ૧૭,૩૦૦ની રોકડ સાથે ઝડપાયા

Live Viewer's is = People
ભુજ તાલુકાના માધાપરમાં જુગાર રમતા પાંચ ખેલી ૧૭,૩૦૦ની રોકડ સાથે ઝડપાયા.


માધાપર નવાવાસ ગામે જુગાર રમતા પાંચ ખેલીઓ રૂા.૧૭,૩૦૦ની રોકડ સાથે પકડાયા હતા. ભુજ શહેર નજીક આવેલા મધપારના નવવાસમાં બી ડિવિઝન પોલીસ મથક દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ માધાપર નવાવાસ ખાતે આવેલા રબારીવાસમાં નીલકંઠ ચોક પાસે  જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હતો. જેની માહિતી મળતા પોલીસે કાર્યવાહી કરી દરોડો પાડવામાં આવેલ જેમાં સ્થળ પર જુગાર રમતા પાંચ વ્યક્તિ દેવજીભાઈ રામજીભાઈ પીઠડિયા, પ્રવીણભાઈ ગણેશભાઈ આહીર, વિશાલ જેઠાલાલ સોની, રતનભાઈ સુંદરજી ભાનુશાલી અને દિલીપભાઈ વાલજીભાઈ માતાની ધરપકડ કરાઈ છે. આરોપી પાસેથી ૧૭,૩૦૦ની રોકડ કબ્જે કરાઈ. બી ડિવિઝન પોલીસે જુગરધારાની કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

Post a Comment

0 Comments

close