ભચાઉ તાલુકાના વોંધમાં એક ડર્ઝન જુગારીઓ પર મોડી રાત્રે ત્રાટકી ભચાઉ પોલીસ.

Live Viewer's is = People

ભચાઉ તાલુકાના વોંધમાં એક ડર્ઝન જુગારીઓ પર મોડી રાત્રે ત્રાટકી ભચાઉ પોલીસ.



ભચાઉના વોંધમાં એક ડર્ઝન જુગારીઓ પર ત્રાટકી ભચાઉ પોલીસ.કાવત્રા પ્લોટમાં રમેશ પેથા પટેલના ઘરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે મોડીરાત્રે પોલીસે દરોડો પાડયો. અને રમેશ પટેલના મકાન આગળ જાહેરમાં જુગાર રમતા બાર જુગારીઓને ઝડપી કુલ રૂ.૧,૪૬૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બધા આરોપીઓ મૂળ વોંધના છે અને ધંધાર્થે મુંબઈ હતા.એક ડર્ઝન જુગારીઓ એકી સાથે ઝડપાતા જુગારીઓ ફફડાટ ફેલાયો. ભચાઉ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા જુગારીઓ:


(૦૧) રમેશ પેથા પટેલ, (૦૨) મહેશ ભવન ગાંધી, (૦૩) શૈલેષ હિરજી રાવરિયા, (૦૪) હિતેશ પ્રેમજી ચામરીયા (૦૫) દિનેશ દાન ચમરીયા (૦૬) મુકેશ માવજી ચામરીયા (૦૭) વાલજી હિરજી કાવત્રા (૦૮) મુુુકેેેશ મુકેશ ભવાન ગાંધી, (૦૯) નવીન વસેઅમ ચૌધરી, (૧૦) પ્રકાશ ભાણા વૈદ, (૧૧) આણદા ભચુ બાંભણીયા (૧૨) શૈલેષ હિરજી કાવત્રા

ઉપરોક્ત તમામ જુગારીઓ મૂળ ગામ વોંધ ના રહેવાસીઓ છે હાલે બધા ધંધાર્થે મુંબઈ રહેતા હતા. લોકડાઉન ને કારણે મુંબઈ થી વતન આવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

જુગારીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલ


રોકડ રકમ ૱ ૩૪,૯૦૦/-, મોબાઈલ ફોન નંગ ૧૨ કિંમત ૱૧,૧૨,૦૦૦/- અને ગંજીપના પાના મળી કુલ ૱ ૧,૪૬,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દરોડો પાડવાની કામગીરીમાં ભચાઉ પોલીસ ઇન્સપેક્ટર ડી.બી.પરમાર, સબ ઇન્સ્પેક્ટર એ.કે.મકવાણા તથા તેમની ટિમ જોડાઈ હતી.

રિપોર્ટ- ગની કુંભાર, બ્યુરો ચીફ, ભચાઉ, તા.૧૦/૦૬/૨૦૨૦, રાત્રે ૧૧:૦૦ કલાકે


Post a Comment

0 Comments

close