વોટ્સએપ માં કરી અપીલ અને એક કલાકમાં દાન એકત્ર : માનવતા મરી નથી

Live Viewer's is = People

વોટ્સએપ માં કરી અપીલ અને એક કલાકમાં દાન એકત્ર : માનવતા મરી નથી

ભુજ તાલુકાના નારાણપર ગામની દીકરી ની બંને કિડની ફેલ થઇ જતાં તેને ડાયાલીસીસ માટે  TC બેસાડવાનુ જરૂરી હતું. પરંતુ પરિવારજનો આવડું ભારે ખર્ચ કરવા અસમર્થ હતા. જેથી તેના ખર્ચ ને પહોંચી વળવા માટે દાનની અપીલ વોટસપ ગૃપ મા કરવામાં આવી હતી. અને માત્ર એક જ કલાક મા કચ્છના દાતાઓએ દાનનો ધોધ વહાવ્યો અને દીકરીના ઓપરેશન માટે જરુરીઆત પ્રમાણે રકમ નુ દાન દાતાશ્રીઆે તરફથી મળી ગયું.
   આ દાનની રકમ આજરોજ ભુજ ની જી.કે.જનરલ હોસ્પિટલ માં શ્રી નારાણપર સમસ્ત વૈષ્ણવ સમાજ ના પ્રમુખ શ્રી સુરેશભાઈ જે. જોષી તથા મંત્રી શ્રી ભરતભાઈ જે. ગોર દ્વારા રૂબરૂ જઈને દીકરી ના વાલીને અર્પણ કરવામાં આવી છે. 
  હવે પરિવારજનો પોતાની દીકરીને લઈ ને આજે સારવાર અર્થે રાજકોટ જવા રવાના થશે. ઓપરેશન માટેની રકમની વ્યવસ્થા ટૂંકા ગાળામાં થઈ જતા પરિવારમાં આનંદની લાગણી ફેલાઇ હતી. ત્યારે પ્રમુખ શ્રી એ જે  પણ દાતાશ્રીઓ  આ દાનમાં સહયોગ આપ્યો છે તે સૌનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Post a Comment

0 Comments

close