કચ્છ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ ૬૭ શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા

Live Viewer's is = People

કચ્છ જિલ્લામાં  છેલ્લા ચોવીસ કલાકમાં કુલ ૬૭ શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા




વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯માં કચ્છ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી અને આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા આપવામાં આવેલ વિગતો મુજબ હાલમાં કુલ ૯ કન્ટેન્મેન્ટ ઝોનમાં ૬૭૦ લોકોનો સર્વે કરાયા હતો
.
        છેલ્લા ચોવીસ કલાકમાં કુલ ૬૭ શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. ૨૫ શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૧ (અગ્યાર) પોઝીટીવ કેસ નોંધાયેલ છે. અત્યાર સુધી કુલ ૧૪૩ પોઝીટીવ કેસ નોંધાયા છે. હાલમાં ૩૮ એકટીવ પોઝીટીવ કેસ છે.

        કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની કોરેન્ટાઇન અંગેની વિગતોમાં હાલમાં ૧૩૩૯ જેટલા લોકો સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ છે. હાલમાં ૧૦૭૫૨ લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. જયારે પોઝીટીવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કોરોન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુધી કુલ ૪૮૮ લોકોને સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. અત્યાર સુધી ૯૫૮ વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

        કચ્છ જિલ્લાની વિવિધ કોવીડ હોસ્પિટલમાં હાલ ૩૨ દર્દી એડમીટ છે અને અત્યાર સુધીમાં કુલ ૩૧૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

Post a Comment

0 Comments

close