ગઢશીશાના દેવપર ગામની સીમમાંથી રેતીનું ગેરકાયદેસર ખનન કરતા છ ઈસમો સાથે ત્રણ ટ્રેકટર,એક લોડર સાથે ખનિજચોરોને ઝડપી પાડતી ગઢશીશા પોલીસ.

Live Viewer's is = People

ગઢશીશાના દેવપર ગામની સીમમાંથી રેતીનું ગેરકાયદેસર ખનન કરતા છ ઈસમો સાથે ત્રણ ટ્રેકટર,એક લોડર સાથે ખનિજચોરોને ઝડપી પાડતી ગઢશીશા પોલીસ.



ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા સારું પોલીસ મથકના ઇન્સ્પેકટર શ્રી.આર.ડી.ગોજીયા ગઢશીશા પોલીસ સ્ટેશનનાઓને ગત રાત્રીના સમયે મળેલ ખાનગી બાતમી હકીકત આધારે ગઢશીશા વિસ્તારના દેવપર થી કોટડા જતા રોડ ઉપર જમણી બાજુ અદરનાં ભાગે આવેલ ધારવાળી વિસ્તારમાં રેઇડ કરતા કેટલાક ઇસમો રેતીની રોયલ્ટી વગર કે કોઈ આધાર પુરાવા નહિ હોવા છતાં રેતીનું ખોદકામ કરવાના ઈરાદે બહારથી ટેકટરો બોલાવી લોડર વડે ખોદકામ ચાલુ કરાવી ટ્રેકટરોમાં રેતી ભરવાની તૈયારી કરતા હોય.



જેથી રેઇડ દરમિયાન સ્થળ ઉપર સ્ટાફના માણસો દ્રારા રેતીનું ગેરકાયદેસર ખનન કરતા નીચે જણાવેલ ઇસમોને રેઇડ કરી સ્થળ ઉપરથી તેમના કબજાના વાહનો સાથે પકડી પાડી તેમામ વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી હતી.ખાણખનીજ ખાતાને જાણ કરી સ્થળ ઉપર બોલાવી આગળની કાર્યવાહી માટે જાણ કરેલ છે.

આરોપીનુંનામ :-  

( ૧ ) નવીન મંગલ મહેશ્વરી રહે . દેવપર ગામ તા.માંડવી - કચ્છ
( ૨ ) કાસમ અબદુલા કુભાર રહે.દેવપર ગામ તા.માંડવી - કચ્છ
( ૩ ) સંજય શિવજી ઘેડા રહે.દેવપર ગામ તા.માંડવી - કચ્છ
( ૪ ) રવિલાલ મંગલ મહેશ્વરી રહે.દેવપર ગામ તા.માંડવી - કચ્છ
( ૫ ) પરેશ હરશી રોશિયા (ઉ.વ .૧૯) રહે.ગામ દેવપર તા.માંડવી
( ૬ ) હમીદ સલીમ જત (ઉ.વ. - ૨૫) , રહે.કોટડા રોહા તા.નખત્રાણા.

નાસી ગયેલ આરોપી દોલુભા વૌકાજી જાડેજા રહે.દેવપર ગામ તા.માંડવી.

આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલ :- 


( ૧ ) મહિન્દ્રા અર્જુન કંપનીનું લોડર આરટીઓ રજી નંબર જીજે - ૧૨ - બીજે -૯૫૪૯
( ૨ ) સોનાલીકા કંપનીનું ટ્રેક્ટર જેના આરટીઓ રજી નંબર જીજે - ૧૨ - બીએસ -૨૨૩૬
( ૩ ) ફાર્મપ્રેક કંપનીનું ટ્રેક્ટર જેના આરટીઓ રજી નંબર- જીજે - ૧૨ - કે -૨૩૨૪
( ૪ ) મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર જેના આરટીઓ રજી નંબર જીજે - ૧૨ - બીજે -૨૨૭૫

ઉપરોક્ત કામગીરી પો.ઇન્સ આર.ડી.ગોજીયા સાહેબ સાથે એ.એસ.આઈ શિવદીપસિહ જાડેજા,તથા પો.કો.ભરતભાઈ ગઢવી તથા પો.કો.કિરણકુમાર ચૌહાણ, એલઆર.વિષષ્ણુજી ઠાકોર તથા એલઆર સજય દેસાઈ રીતેના પોલીસ સ્ટાફના માણસો દારો સફળ કામગીરી કરવામાં આવેલ છે

રીપોર્ટ અસગર આઈ માંજોઠી, નાગ્રેચા,તા.૦૭/૦૭/૨૦૨૦

Post a Comment

0 Comments

close