ભુજ જિલ્લા પંચાયત ખાતે મોબાઇલ પશુ દવાખાનાને રાજયમંત્રીશ્રીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Live Viewer's is = People

ભુજ જિલ્લા પંચાયત ખાતે મોબાઇલ પશુ દવાખાનાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું




ભુજ જિલ્લા પંચાયત ખાતે આજરોજ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે હાલ કચ્છ જિલ્લાને રાજય સરકારે ફાળવેલા ૩ મોબાઇલ પશુ દવાખાનાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

        રાજયમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગ રાજય સરકાર દ્વારા જિલ્લામાં પશુપાલન પ્રવૃતિને વેગ આપવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કરૂણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ નો પ્રારંભ આરોગ્ય વિભાગની ૧૦૮ સેવાના અનુભવના આધારે કર્યો છે. સંવેદનશીલ સરકારમાં મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં જ જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત ૧૦ ગામ દીઠ ૧ મોબાઇલ પશુ દવાખાનાનો પ્રારંભ કર્યો છે જે પૈકી આજે રાપર તાલુકાના સઇ ગામે, માંડવી તાલુકાના મોટા રતડીયા તેમજ નખત્રાણા તાલુકાના વંગ ગામ ખાતે આ મોબાઇલ પશુ દવાખાનાનું હેડકવાર્ટસ રહેશે.



        કચ્છ જિલ્લામાં રાજયના ૭ ટકા પશુધન પૈકી કચ્છ ત્રીજા નંબર છે. કુલ ૨૦૯૧૮૮૭ પશુઓને આ નિઃશુલ્ક સેવાનો લાભ મળશે. સરકારશ્રી દ્વારા આ યોજના હેઠળ રૂ.૮૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જિલ્લામાં તબક્કાવાર કુલ ૨૩ મોબાઇલ પશુ દવાખાનાનો પ્રારંભ કરાશે. સઇ, મોટા રતડીયા અને વંગ ગામે મોબાઇલ હેડ કવાર્ટસ ગણાશે.



        હાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન પ્રધાનમંત્રીશ્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ જિલ્લામાં ૧૦ જેટલા ફરત પશુ દવાખાના કાર્યરત છે તેમજ એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ અન્ય ૪ પશુ દવાખાના પ્રારંભની પ્રક્રિયામાં છે ત્યારે કચ્છને કુલ ૩૭ મોબાઇલ પશુ દવાખાનાનો લાભ મળશે એમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.


જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોશીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦-૨૧થી ૧૦ ગામ દીઠ ૧ મોબાઇલ સેવા કચ્છમાં વસતા માલધારીઓ, પશુપાલકો અને પશુઓ માટે ખુબજ સહાયરૂપ બનશે
.

        મોબાઇલ પશુ દવાખાના યોજના GVK-EMRI  મારફતે પબ્લિક પાર્ટનરશીપ પ્રોગ્રામ હેઠળ શરૂ કરાએલ છે જેમાં પશુ સારવાર સેવાઓ ૩૬૫ દિવસ સવારે ૭ થી રાત્રે ૭ વાગ્યા સુધી ઘેર બેઠાં ૧૯૬૨ ટ્રોલ ફ્રી નંબર પર ડાયલ કરવાથી પશુ આરોગ્યની ઈમરજન્સી સેવા પુરી પાડવામાં આવશે એમ નાયબ પશુપાલન નિયામક ડો.જી.કે.બ્રહમક્ષત્રિયે કહયુ હતું.

        આ પ્રસંગે સર્વશ્રી જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી નિયતિબેન પોકાર, કારોબારી ચેરમેનશ્રી હરિભાઇ જાટીયા, અહમદભાઇ જત, કાનજીભાઇ કાપડી, હર્ષદભાઇ ઠકકર, અનવર નોડે, તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોશી, ૧૦૮ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ તેમજ ૧૯૬૨ના મિતુલ દવે સહિત પશુપાલન શાખાના તબીબો, ૧૯૬૨ના સેવા કર્મીઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સબંધિતો આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા.

Post a Comment

0 Comments

close