ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જિલ્લા તેમજ તાલુકા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અંતર્ગત સંકલિત ફલડ કન્ટ્રોલરૂમ શરૂ કરાયા

Live Viewer's is = People

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જિલ્લા તેમજ તાલુકા ઈમરજન્સી  ઓપરેશન સેન્ટર અંતર્ગત સંકલિત ફલડ કન્ટ્રોલરૂમ શરૂ કરાયા





સમગ્ર દેશમાં વ્યાપેલ નોવેલ કોરોના વાયરસ (Covid 19)ની ઇમરજન્‍સી પરિસ્થિતિના  અનુસંધાને કચ્છ જિલ્લામાં UCCC (યુનિફાઇડ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર), DEOC (ડીસ્ટ્રીક્ટ ઇમરજન્‍સી ઑપરેશન સેન્‍ટર) કલેક્ટર કચેરીની ડીઝાસ્‍ટર મેનેજમેન્ટ શાખા ખાતે કાર્યરત છે, જેની સાથે સાથે તા.૦૧/૦૬/૨૦૨૦ થી હાલની ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કલેક્ટર કચેરીની ડીઝાસ્‍ટર મેનેજમેન્ટ શાખા મધ્યે જિલ્લા કક્ષાનો DEOC (ડીસ્ટ્રીક્ટ ઇમરજન્‍સી ઑપરેશન સેન્‍ટર) ૨૪X૭ના ધોરણે શરૂ કરવામાં આવેલ છે. જેના ફોન નંબર ૦૨૮૩૨-૧૦૭૭, ૦૨૮૩૨-૨૫૨૩૪૭ છે.

તેવી જ રીતે, કચ્છ જિલ્લામાં તાલુકા કક્ષાએ તાલુકા મથકોએ TEOC (તાલુકા ઇમરજન્‍સી ઑપરેશન સેન્‍ટર) કાર્યરત કરવામાં આવેલ છે. જે અંગેના ફોન નંબર અંજાર ૦૨૮૩૬-૨૪૨૫૮૮, અબડાસા ૦૨૮૩૧-૨૨૨૧૩૧, ગાંધીધામ ૦૨૮૩૬-૨૫૦૨૭૦, નખત્રાણા ૦૨૮૩૫-૨૨૨૧૨૪ ભચાઉ- ૦૨૮૩૭-૨૨૪૦૨૬, ભુજ ૦૨૮૩૨-૨૩૦૮૩૨, મુન્‍દ્રા ૦૨૮૩૮-૨૨૨૧૨૭, માંડવી ૦૨૮૩૪-૨૨૨૭૧૧, રાપર ૦૨૮૩૦-૨૨૦૦૦૧ અને લખપત ૦૨૮૩૯-૨૩૩૩૪૧ તાલુકાના મુખ્ય મથકે આપત્તિના સંજોગોમાં સામાન્ય જનતા આ ફોન નંબર ઉપર સંપર્ક કરી, જરૂરી માહિતી મેળવી શકશે તથા તેમની આજુબાજુ બનતાં કોઇ ઘટના/બનાવોની માહિતી આપી શકશે તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના મામલતદારશ્રી સી.આર.પ્રજાપતિ દ્વારા જણાવાયું છે.

Post a Comment

0 Comments

close