અમદાવાદ શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મેયરે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજયો

Live Viewer's is = People

અમદાવાદ શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મેયરે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજયો



અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. જેથી હાલ તંત્ર પણ ચિંતમાં જોવા મળી રહ્યું છે. તો આજ રોજ પર્યાવરણ દિન નિમિતે એએમસીના મેયર બીજલ પટેલ ભારે વિવાદમાં આવ્યા છે. એક બાજુ કોરોના વાયરસના કોસો સતત વધી રહ્યા છે અને બીજી બાજુ અમદાવાદના મેયર માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન નારણપુરાના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા માટે પહોંચી ગયા હતા. માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હોવા છતાં મેયરે આ જ જગ્યાએ કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેતા અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.કાર્યક્રમ બાદ મેયર ચૂપ, એએમસીમાં બબાલ શરુ

આજ રોજ નારાયણપુરામાં થયેલા કાર્યક્રમ અંગે બીજલ પટેલને પૂછવામાં આવેલા સવાલોમાં તેમણે કોઈ પણ પ્રકારનો જબાવ આપવામાં માટે ના કહી દીધું હતું. જોકે, મેયર સહિતના લોકોએ પાંચેક કુંડા વિતરણ કર્યા બાદ લોકો મોટી સંખ્યામાં આવી ગયા હતા અને તે લોકોને કુંડા ન મળતા ભારે ભીડ સર્જાઈ હતી. આખરે આ મુદ્દાને લઈને બબાલ પણ થઈ હતી.

તમને જણાવી દઈએ કે, નારણપુરાનું મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હોવા છતાં આ એપાર્ટમેન્ટમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયર બીજલ પટેલની અધ્યક્ષતામાં તુલસી રોપાના છોડના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શું આસપાસના નાગરિકોની મેયર કે ભાજપના નેતાઓને પડી નથી? કાર્યક્રમ મંજૂરી કઈ રીતે આપવામાં આવી તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે. કેમ સરકાર અને કોર્પોરેશનના ધ્યાને આ બાબત નહોતી કે નારણપુરા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે. આ કાર્યક્રમમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પણ ઉપસ્થિત રહેવાના હતા. જો કે તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા. ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, પક્ષના નેતા અમિત શાહ અને દંડક રાજુભાઇ સહિતના નેતાઓ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી ગયા હતા.

રોપા લેવા માટે જોવા મળી લોકોની ભારે ભીડ, સોશિયલ ડિસ્ટન્સિગના લીરેલીરા ઉડ્યાં

આ કાર્યક્રમમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. માત્ર 50 જ રોપા આપવાના હતા ત્યારે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોર્પોરેશનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું. લોકો ભેગા થઈ અને રોપા લેવા પડાપડી કરી હતી. કાર્યક્રમ પૂરો કરી મેયર અને અન્ય નેતાઓ રવાના થઈ ગયા હતા

Post a Comment

0 Comments

close