ભચાઉના વાદીનગર માંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય અંગ્રેજી દારૂ ઝડપાયો.
વિદેશી દારૂના જથ્થાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ મે . પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ બોર્ડ૨ ૨ેન્જ ભુજ - કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ પુર્વ - કચ્છ ગાંધીધામની સુચના આધારે હાલમાં મુ. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી ગુ.રા ગાંધીનગર દ્વારા પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબુદ ક૨વા હાલમાં પ્રોહી ડ્રાઈવ ચાલુમાં હોઈ વિદેશીદારૂના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા સુચના આપેલ હોઈ તે અનુસંધાને ના.પો. શ્રી કે.જી.ઝાલા ભચાઉ વિભાગ -ભચાઉના ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર શ્રી ડી.બી.પ૨મા૨ તથા પો.સબ.ઇસ શ્રી એ.કે. મકવાણા તથા શ્રી સી.બી.રાઠોડ તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો વાહનથી પો.સ્ટે હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દ૨મ્યાન સાથેના પો. કોન્સ. ભાવિનભાઈ બાબરીયાનાઓને ખાનગી રાહે બાતમી આધારે બટીયા પુલની પાસે બી. એસ. એન. એલ ટાવરની સામે સૈયદ પ્રોવીઝન સ્ટોર વાળી ગલીમાં વાદીનગ૨ બટીયા પુલ વિસ્તાર ભચાઉ મધ્યે નીચે જણાવેલ આરોપીના કબજાના મકાનો માંથી વિદેશી દારૂના નીચે મુજબના જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.
મુદામાલની વિગતઃ
(૧) ભારતીય બનાવટની પરપ્રાંતીય અંગ્રેજી દારૂની અલગ - અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૫૩ કિ.રૂ.૫૩,પપ૦/-નો પ્રોહી મુદામાલ કબ્જે કરવામાં આવ્યો.
હાજ૨ ના મળી આવેલ આરોપી
(૧) રઝાક સિધિક કુંભા૨ રહે.બી.એસ.એન, એલ ટાવરની સામે સૈયદ પ્રોવીઝન સ્ટોર વાળી ગલીમા, વાધીનગર, ભચાઉ
આ કામગીરી પોલીસ ઈન્સ્પેકટર શ્રી ડી.બી.પ૨મા૨ તથા શ્રી પો.સબ.ઈન્ચા શ્રી એ.કે.મકવાણા તથા શ્રી સી.બી.રાઠોડ તથા પો. હેડ. કોન્સ. પ્રવિણભાઈ આલ તથા મયુરસિંહ ઝાલા તથા પો. કોન્સ. ભાવિનભાઈ બાબરીયા તથા જનકભાઈ લકુમ તથા રંજનબેન રાઠોડે સાથે ૨હી ક૨વામાં આવેલ હતી .
0 Comments