ભચાઉ તાલુકામાં વરસાદી માહોલમાં આજે અપમૃત્યુ અને મૃત્યુના ચાર બનાવો બન્યા.

Live Viewer's is = People

ભચાઉ તાલુકામાં વરસાદી માહોલમાં આજે અપમૃત્યુ અને મૃત્યુના ચાર બનાવો બન્યા.

વોંધ તાલુકો ભચાઉ


ભચાઉ તાલુકાના વોંધના રહેવાસી દેવજી ભાઈ સવજીભાઈ વૈદને ગત મોડી રાત્રે બાર વાગ્યા ના અરસામાં બેેચૈની લાગતા તેમને ભચાઉની સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ૫૧ વર્ષના આધેડને સારવાર મળે તે પહેલાજ તેમનું પ્રાણ પંખેરૂં ઉડી ગયું હતું. ફરજપર ના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.


બીજીબાજુ વોંધની સીમમાં મીઠાના અગરમાં કામ કરતા પાંત્રીસ વર્ષના રાપરની સોમણી વાંઢ ના રહેવાસીનું વીજળીના કડાકા ભડાકામાં ભયભીત થતાં તેનું મૃત્યુ થયું હતું. વોંધની સીમમાં મનુ મેઘાભાઈ કોલી બેઠા હતા ત્યારે વરસાદી માહોલ સર્જાયો હતો. વીજળીના કડાકા ભડાકામાં ભયભીત થતાં તેનું મૃત્યુ થયું હતું.

ખારોઈ તાલુકો ભચાઉ



ભચાઉ તાલુકાના ખારોઈ માં પણ અકસ્માતે મૃત્યુનો બનાવ સામે આવ્યો છે. ખારોઈ ની સીમમાં આવેલ નદીમાં ડૂબી જવાના કારણે રબારી સમાજના ૨૬ વર્ષીય આશાસ્પદ યુવાન નો ડૂબી જતાં સમાજમાં આઘાતની લાગણી ફેલાઈ છે. અરજણભાઈ કાનાભાઈ રાબારીનું અકસ્માતે મૃત્યુ થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ

ભરૂડીયા તાલુકો ભચાઉ 


ભચાઉ તાલુકાના ભરુડીયાના નવયુવાનને વિજળીનો શોક લાગતા મૃત્યુ થયું હતું. પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ભરુડીયાના રહેવાસી બ્રીજરાજસિહ યુવરાજસિંહ જાડેજાને વરસાદી માહોલ વચ્ચે વીજળીનો શોક લાગ્યો હતો. વિજળીનો શોક લાગતા મૃત્યુ થયું હતું. ૧૮ વર્ષીય આશાસ્પદ યુવકનું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ.

રિપોર્ટ-ગની કુંભાર, ભચાઉ. તા.૦૮/૦૬/૨૦૨૦



Post a Comment

0 Comments

close