અરવલ્લી બાયડ તાલુકાના પ્રાન્તવેલ ગ્રામ પંચાયત દ્વારા લોક ડાઉન માં વતનમાં આવેલા શ્રમીકોને એનઆરજી અંતર્ગત તળાવ ઊંડા કરાવી રોજગારી પૂરી પાડી

Live Viewer's is = People

અરવલ્લી બાયડ તાલુકાના પ્રાન્તવેલ ગ્રામ પંચાયત દ્વારા લોક ડાઉન માં વતનમાં આવેલા શ્રમીકોને એનઆરજી અંતર્ગત તળાવ ઊંડા કરાવી રોજગારી પૂરી પાડી



હાલ કોરોના નો કહેર ચારે બાજુ વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોના ને લઈ મોટા ભાગના શહેર અને ગામડાઓ માં લોકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે નાના મોટા ઉદ્યોગો બંધ પડી ગયા જેના લીધે કારખાનાઓ માં કામ કરતા શ્રમિકો બેરોજગાર બની પોતાના વતન માં આવી ગયા છે ત્યારે બાયડ તાલુકા ના પ્રાંતવેલ ગામે સરપંચ દ્વારા આવા જે લોકડાઉન ને કારણે બેરોજગાર બન્યા છે એ તમામ ને રોજગારી થી વંચિત ના રહેવું પડે તે માટે પોતાના ગ્રામપંચાયત વિસ્તાર માં આવેલ ગામ ના તળાવ માં એનઆરજીએ દ્વારા ચોકડીઓ ખોદવાનું  અને તળાવ ઊંડું કરવા ના કામ માટે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા માંથી મંજૂરી મેળવી અને કામગીરી શરૂ કરવામાં આવી છે અને દૈનિક 200 રૂપિયા લેખે મજૂરી ચૂકવી અને રોજગારી આપવાનું કામ શરૂ કરવામાં આવેલ છે પ્રાંતવેલ ગામ માં લોકડાઉન સમયે સુરત માં હીરા ના કારખાના માં તેમજ રાજ્ય ના અન્ય શહેરો માં રહી રોજગારી પ્રાપ્ત કરતા હોય એવા 120 શ્રમિકો ને રોજગારી આપવા ની અનોખી પહેલ શરૂ કરી છે લોકડાઉન વખતે ધંધા રોજગાર બંધ થતાં બહાર થી વતન માં આવેલ શ્રમિકો ને બે ટંક ભોજન ના પણ ફાંફા પડી જાય એવી સ્થિતિ હતી એવા માં ગામ ના જાગૃત સરપંચે મનરેગા યોજના દ્વારા દૈનિક વેતન થી રોજગારી નું સાધન ઉભું કરતા જાણે આવા બેરોજગાર શ્રમિકો માટે આશા નું કિરણ જાગ્યું અને તેઓએ ખૂબ ઉત્સાહ થી કામકાજ શરૂ કર્યું 

 રિપોર્ટ-હરનીલ ગુર્જર, ધનસુરા તા.૦૮/૦૬/૨૦૨૦

Post a Comment

0 Comments

close