સંકલિત બાળ વિકાસ યોજના ભચાઉ સી.ડી.પી.ઓ.ની ઉમદા કામગીરી

Live Viewer's is = People

સંકલિત બાળ વિકાસ યોજના ભચાઉ સી.ડી.પી.ઓ.ની ઉમદા કામગીરી



‘‘આપણા દેશમા કોરોના સંકમણના કેસ આવતા સરકારશ્રીએ સાવચેતીના પગલાં રૂપે લોકડાઉન જાહેર કરાતા જીવન જરૂરી વસ્તુ છોડી તમામ દુકાન, બજાર બંધ કરતા ચાની દુકાનો બંધ થતાં કર્મચારીઓને ટી ટાઇમમાં ચા જરૂર જોઇએ. સરકારશ્રી તરફથી મળતા માર્ગદર્શન મુજબ રોગપ્રતિકારક શક્તિ વધારવી અને નિરોગી બનવા માટે ગરમ પ્રવાહી, આદુ, ફુદીનો, તુલસી, મરી,  તેજ,  લવિંગ, એલચી વગેરેનો ઉપયોગ કરી ઉકાળો પીવા માટે જણાવવામાં આવ્યું હતું. 


સંકલિત બાળ વિકાસ યોજના ભચાઉના સી.ડી.પી.ઓ.શ્રી ઉષ્માબેન ચાવડાએ વધુમાં જણાવ્યું એક દિવસ ચા/ઉકાળો ઉપર મુજબની સામગ્રીમાથી ઓફિસ લઇ ગયેલ તમામ કર્મચારી ચા/ઉકાળાથી બહુ ખુશ થયા અને બીજા દિવસની માંગ કરતા  ધીરેધીરે જે  લોકોની ચિંતા કરતા કોરોના વોરિયર્સ, પોલીસ, હોમગાર્ડ, આરોગ્ય કર્મચારી, સાધુ-સંતો, શેલ્ટર હોમમાં આવતાં પરિવારોને ચા કપ ઉકાળો પીવડાવવાનું બપોરે ૪.૦૦ થી ૫.૦૦ કલાકેની વચ્ચે ચાલુ કરવામા આવ્યું હતું.


ઉષ્માબેન કહયું ‘‘તમામ લોકો સમય થતા અમારી રાહ જોતા, મોડુ થાય તો ફોન કરીને પુછતા કે “ બેન ક્યારે આવો છો ? બેન લોકડાઉન લંબાય તો પણ આ ચાલુ રાખજો બંધ કરશો તો તમારા ઘરે ચા પીવા આવીશુ” આ એક મારા માટે અંતરની ખુશી હતી. ભગવાન કહે છે કે “બાહ્ય ખુશી ક્ષણીક છે જ્યારે તમને કોઇ સારૂ કાર્ય કરવાની ઇચ્છા થાય તો વિલંબ કર્યા વગર સારા કાર્યો કરવા અને તેની જે ખુશી છે તે આજીવન રહે છે.
ખરેખર મને એવો અનુભવ થતો હતો કે, “ રોજના ૧૦૦ થી ૧૨૫ લોકો ચા પીતા પણ ૧૦ કે ૧૫ કોરોના વોરિયસ વધી જાય તો પણ, મારા સાથી કર્મચારી અને અન્ય લોકો પણ કહેતા કે, :” બેન તમારૂ અક્ષયપાત્ર છે,  જે ક્યારેય ખુટતુ નથી.” ઉનાળાની આટલી કાળજાળ ગરમીમાં દરેકને તેમના સ્થળે ચા પીવડાવવા જવાનો આનંદ અનેરો હતો. કોઇ દિવસ આળસ ન આવી પણ દરરોજનો ઉત્સાહ વધતો ગયો અને તમામ કોરોના વોરિયસ મારા પરિવારના સભ્યો હોય તેવી લાગણીનો અનુભવ થવા લાગ્યો.



શેલ્ટર હોમમાં આવેલ બીજા જિલ્લા, રાજ્યના પરિવારને પણ આ સાથે જે વસ્તુની જરૂર હોય એ હું લઇ જતી હતી. આ પરિવારો ગરીબ ન હતા પણ પરિસ્થિતીથી મજબુર હતા. શેલ્ટર હોમમા આવેલ પરિવારોમા નાના બાળકો, સગર્ભા, ધાત્રી બહેનો, પણ હતા જેથી જિલ્લા કલેકટરશ્રી પ્રવીણા ડી.કે. એ પણ તેઓના પોષણની ચિંતા કરી આઇ.સી.ડી.એસ.ના લાભાર્થીઓને અપાતા ટેક હોમ રાશનમાં બાલશક્તિના પેકેટ આપવા જણાવતાં શેલ્ટર હોમમાં  પહોચતાં કરેલ તેની ગુણવતા અને ઉપયોગ વિશે માતા અને બાળકના વાલીઓને સમજ આપી નાના બાળકો આખો દિવસ કંટાળી ન જાય એટલા માટે આંગણવાડી માથી રમકડા, ચિત્રપોથી, રમત-ગમતની ચોપડી વગેરે પ્રવૃતિ માટે આપેલ હતી.



આમ, અમોએ અમારી કર્મચારી તરીકેની ફરજ પણ પુરી જવાબદારી સાથે બજાવી હતી, અમને થયું પોલિસ, હોમગાર્ડ, આરોગ્ય કર્મચારી વગેરે આટલી ગરમીમાં ખડેપગે પોતાની ફરજ ઇમાનદારીથી નિભાવે છે. જેઓને મારી એક કપ ચા પીવાથી ફ્રેશનેશ મળે છે. જે મારી ખુશી હતી. પ્રિ પ્લાન વિના જ ૫૬ વર્ષની વયે વધારે કઇ નહિ પણ આટલું તો હુ કરી જ શકુ અને તા.૦૩/૦૫/૨૦૨૦ સુધી ૩૫ થી ૪૦ દિવસ સુધી એક જ ટેસ્ટની ચા/ઉકાળો પીવડાવીને મે જે આનંદની અનુભુતી કરી છે. તે માટે  ભગવાનનો ખુબ આભાર માનીશ સાથે મારા સહ કર્મચારી દામજીભાઇ ઘૈયડા, નારાણભાઇ પટેલ જેઓ અમો સ્વ ખર્ચે વાહન રાખી ચા આપવા જતા તેમા બન્ને ભાઇઓનો ઘણો સાથસહકાર રહ્યો છે. સાથે અમારા જિલ્લાના અધિકારીશ્રી ઇરાબેન ચૌહાણ જેઓને ખબર પડતા અમને બહુ જ પ્રોત્સાહિત કર્યા બદલ આભાર માનું છું

Post a Comment

0 Comments

close