સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા ૧૦ હજાર સર્વ જવરહરચૂર્ણના પેકેટ વિતરણ કરાશે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા અને આયુર્વેદથી કોવીડ-૧૯ને મહાત કરવાનું બીડુ ઝડપ્યું

Live Viewer's is = People

સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા ૧૦ હજાર  સર્વ જવરહરચૂર્ણના પેકેટ વિતરણ કરાશે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા અને આયુર્વેદથી  કોવીડ-૧૯ને મહાત કરવાનું બીડુ ઝડપ્યું



vasan ahir


‘‘ખુશહાલી ઉસ ઘર જરૂર આની હૈ! જર્હાં સબ લોગોને સ્વસ્થ હોને કો ઠાની હૈ’’ ના વિચારને જનમાનસમાં વિકસીત કરવા કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ કોવીડ-૧૯થી બચવા માટે આયુર્વેદના પ્રાચીન જ્ઞાનનો ઉપયોગ કરી દરેકે પોતાના માટે રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા એટલે કે રોગપ્રતિકારક શકિત વધે તે માટે તેમના સંસ્થાન સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ હેઠળ લોકોને ઉકાળા, સર્વ જવરહરચૂર્ણ અને જનજાગૃતિના પેમ્ફલેટ આપી કોરોનાને હરાવવા જંગ ઉપાડયો છે.

રાશનકીટ, માસ્ક, મોજાં, સેનેટરાઈઝ જેવા વિવિધ વિતરણો વિવિધ સ્થળો અને લોકોને પહોંચાડવા ઉપરાંત તેમણે આપણા ઋષિમુનિઓની જ્ઞાનનો સથવારો લઇ મારતા ના આવડે તો બચતા શીખી જવું એ થિયરીનો ઉપયોગ આયુર્વેદ થકી પ્રારંભ કર્યો છે. તેઓ ઘેર ઘેર કોવીડ-૧૯થી બચવા માંગો છો તો આયુર્વેદના પ્રાચીન જ્ઞાનનો ઉપયોગ કરો એવી અપીલ કરી રહયા છે.

હજારો વર્ષ જુની પરંપરાથી બનતું આયુર્વેદિક ચૂર્ણ, સર્વ જવરહર ચૂર્ણ, કોરોનાથી બચાવ માટે અને દર્દીઓની ઝડપી રિકવરીમાં ખુબ ઉપયોગી પુરવાર થયેલછે. આ ઔષધ આપણી રોગ પ્રતિકારક શકિત વધારે છે અને તાવ, શરદી, ઉધરસને કાબુમાં લેવામાં ખુબ લાભદાયક છે. કોરોના વાયરસથી બચવા માટે પ્રતિકારક શકિત એટલે કે ઈમ્યુનિટી વધારવા માટે સર્વ જવરહર ચૂર્ણ.

સર્વ જવરહર ચૂર્ણ, વિવિધ ઉમરના વ્યકિતઓ માટે ડોઝ (માત્રામાં) ૦૪ થી ૦૮ વર્ષ માટે ૦.૩૫ ગ્રામ દિવસમાં ૨ વખત કુલ ૦.૭૦ ગામ, ૦૮ થી ૧૬ વર્ષ ૦.૭૫ ગ્રામ દિવસમાં ૨ વખત કુલ ૧.૫૦ ગ્રામ અને ૧૬ વર્ષથી ઉપરના માટે ૧.૫૦ ગ્રામ દિવસમાં ૨ વખત કુલ ૩ ગ્રામ આપવાની રહેશે.



ઉકાળો બનાવવાની રીતઃ- 


એક પેકેટમાં કુલ ૦૬ ડોઝ છે, જેમાં પુખ્ત વ્યકિત માટે ૦૧ પેકેટ ચૂર્ણના ૦૬ ભાગ કરી ૦૩ દિવસ ૦૨ વખત લેવાનું રહેશે. ઉકાળા સિવાય આ ચૂર્ણ ગરમ દૂધ, ચામાં નાખીને કે મધમાં મેળવીને પણ લઇ શકાય છે. સૌ પ્રથમ ઉકાળો બનાવવા માટે એક પુખ્ત વ્યકિત માટે ૧૦૦ મી.લી. એટલે કે એક કપ જેટલું પાણી લેવું. પાણી એકદમ ઉકળી જાય એટલે ગેસ બંધ કરી ચૂર્ણને ઉપર જણાવ્યા મુજબની માત્રામાં નાખવું. ચૂર્ણ નાખ્યા બાદ ૧૫ મિનિટ તેને ઢાંકી દીધા બાદ જ તેને પીવું. ઉકાળોને બીજીવાર ગરમ કરવો નહીં. ૩ દિવસ લીધા બાદ ઉપર મુજબનો ડોઝ સંક્રમિત વિસ્તારમાં કામ કરતા વ્યકિતઓ સતત ચાલુ રાખી શકે. સુરક્ષિત વિસ્તારના વ્યકિતઓ દર ૧૫ દિવસે ૩ દિવસ માટે લઇ શકે. જે વ્યકિતઓને કોરોના પોઝીટીવ હોય તેમણે રોજના ૭ ગ્રામ ચૂર્ણનો ઉકાળો ૫૦૦ મી.લી. જેટલા પાણીમાં બનાવી દિવસમાં ૪ થી ૫ વાર લેતા રહેવો. આ પેકેટ ૧૦ ગ્રામનું છે માટે સંક્રમિત દર્દીએ લગભગ પોણો પેકેટનો ઉકાળા મુજબ લેવો.

આ તકે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર અને જિલ્લા કલેકટરશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોશી, પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભ તોલંબિયા, અધિક નિવાસી કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, તાલીમી આઇ.એ.એસ. નિધિ શિવાચ, સીડીએચઓ ડો.પ્રેમકુમાર કન્નર, પૂર્વ કચ્છ ડી.વાય.એસ.પી.શ્રી ડી.એસ.વાઘેલા, પાણી પુરવઠાના મુખ્ય ઈજનેરશ્રી અશોક વનરા, ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદારશ્રી પ્રજાપતિ વગેરેને સાંસદશ્રીએ સર્વ જવરહરચૂર્ણનું વિતરણ કર્યુ હતું અને ટુંક સમયમાં આ ચૂર્ણનું જરૂરતમંદ લોકોમાં વિતરણ કરાશે.

        ‘‘હુ સરક્ષિત, આપણે સુરક્ષિત, ભારત સુરક્ષિત’’ ના સંકલ્પને સાકાર કરવા સાંસદશ્રી જનતાને ‘‘આપકા યોગદાન બનેગા દેશ કે લિયે રાહતકી કુંજી, જાન હૈ તો જહાન હૈ, સ્વાસ્થ્ય જીવનકા સાર ઈસકે બિના હૈ સબ બેકાર’’ ના વિચારને અમલમાં મુકવા વિનંતી કરે છે.

Post a Comment

0 Comments

close