રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન દ્વારા વેરા મુક્તિની માંગણી કરવામાં આવી

Live Viewer's is = People

રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન દ્વારા  વેરા મુક્તિની માંગણી કરવામાં આવી






રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા તથા રાપર તાલુકા કોગ્રેસ સમિતિ ના યુવા પ્રમુખ બહાદુરસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર દ્વારા આજ રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા કરછ કલેકટર ને રાપર મામલતદારશ્રી મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું તેમાં જણાવ્યા મુજબ  છેલ્લા ત્રણ મહિના થી કોવિડ-૧૯ ની મહામારીનો પ્રકોપ ફેલાયો છે.ભારતમાં અને વિશેષત: ગુજરાતમાં પણ આ મહામારી વ્યાપક બની છે.મહામારીના પગલે સરકાર દ્વારા છેલ્લા ૫૫ દિવસ થી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે સમગ્ર ધંધા રોજગાર સહિત ઉધોગ સંપુર્ણ બંધ હાલતમાં રહેલ છે.ગરીબ અને મધ્યમ વર્ગ માટે આજીવિકા બંધ થઈ ગઈ હોવાના કારણે આટલો લાંબો સમય નિર્વાહ કરવાનું કપરૂ બન્યું છે.પ્રજાજનો પાસે જે કઈ પણ પાછી પાતળી બચત થતી તે પણ સંપુર્ણ પણે ખર્ચાઈ ગયેલ છે.આ સમયમાં ગરીબ અને મધ્યમવર્ગના સામાન્ય પ્રજાજનો ની હાલત અત્યંત કફોળી બનેલ છે.આવા કપરા સમયમાં પ્રજાજનો ને શક્ય તમામ રીતે અને મહત્તમ સહાય કરવી તે સરકારશ્રી ની પણ ખાસ નૈતિક ફરજ છે.વિશેષત સરકાર અને વહીવટી તંત્રની તો આ બંધારણીય ફરજ પણ છે.તેમજ હર હંમેશા પ્રજાજનોની પડખે રહેવાની અને પ્રજાજનોને સહાયરૂપ થવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અને યોગ્ય રજુઆત કરવી તે કોગ્રેંસ પક્ષ સહિત તમામની ખાસ ફરજ છે. આ સમયમાં સમગ્ર ગુજરાત રાજયમાં લાંબા લોકડાઉનના લીધે આજીવિકા થી વીંચિત સામાન્ય પ્રજાજનો ને સહાય કરવા માટે નીચે મુજબની માંગણી રાપર ધારાસભ્ય શ્રી તથા રાપર તાલુકા કોગ્રેસ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવી.

માર્ચ-૨૦૨૦ થી જુન-૨૦૨૦ સુધીના તમામ લોકોના ખેડુતો સહિતના વીજળી બિલ માફ કરવામાં આવે.
ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરીવારોના રહેઠાણ અંગેના તથા નાના વેપારીઓના ધંધા 
સ્થળના પણ પાણી વેરાઓ , મિલ્કત વેરાઓ સહિતના તમામ વેરાઓ માફ કરવામાં આવે.
ખાનગી શાળાઓની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા સરકાર આવી ફી ની રકમ અંગે સહાય રૂપ બને.
લાંબા લોકડાઉનના વર્તમાનના કપરા સંજોગોમાં કૃષિ ધિરાણની મુદ્દલ અને વ્યાજ ભરવા માટે ખેડુતો પાસે હાલમાં પાકના પુરતા ભાવન મળવા ના કારણે રોકડ રકમની સગવડ નથી ત્યારે સરકાર ધિરાણ પરત કરવાની મુદ્દતમાં વધારો કરવાની સાથે ઓટો રિન્યુઅલ અમલમાં મુકે અને વ્યાજ માફ કરે.

Post a Comment

0 Comments

close