ભુજ સ્વામિનારાયણ મંદિર દ્રારા " નિરામય મંજૂષા " સ્વાસ્થ્યવધઁક કીટ અર્પણ

Live Viewer's is = People

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્રારા " નિરામય મંજૂષા " સ્વાસ્થ્ય વર્ધક કીટ અર્પણ


શ્રી. સ્વામિનારાયણ મંદિર, ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ઔષધાલય અનેક વર્ષોથી રુગ્ણ માનવીઓની સ્વાસ્થ્ય સેવામાં કાર્યરત છે. વર્તમાન સમયમાં કોરોના મહામારીએ અનેક માનવીઓને સંક્રમિત કરી નાદુરસ્ત કર્યા છે. રોગપ્રતિકારક શક્તિના અભાવે કેટકેટલાય માનવી મૃત્યુ પામ્યા છે. આપણું શરીર પ્રકૃતિના પાંચ તત્ત્વોથી નિર્મિત છે. આ સંદર્ભે શરીરના પોષણ માટે શક્ય એટલું પ્રકૃતિથી નજીક રહેવાય તેટલું આપણા સૌ માટે હિતાવહ છે. 

સમગ્ર વિશ્વ જે મહામારી સામે લડત લડી રહ્યું છે એ જ મહામારીથી કચ્છ ભૂમિને સુરક્ષિત રાખવા માટે દિવસ રાત પ્રશાસન સ્તરના અનેક વિભાગો કાર્યરત છે. કાર્યદક્ષ અધિકારીઓને વધુ ને વધુ કાર્યક્ષમતા મળે અને કોરોના વિષાણુ થી સંક્રમિત વ્યક્તિ યોગ્ય સારવાર બાદ આ પ્રકારની રોગ પ્રતિકારક શક્તિ વર્ધક સામગ્રીનો ઉપયોગ કરી પોતાના શરીરને વધુ ને વધુ સશક્ત બનાવે તે હેતુસર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત સદગુરુ પુરાણી સ્વામી શ્રીધર્મનંદનદાસજી, સદગુરુ પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી અને સદગુરુ કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતની આજ્ઞાથી સ.ગુ.કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજી શાસ્ત્રી કોઠારી શુકદેવ સ્વરૂપ દાસજી કોઠારી પાર્ષદ ખીમજી ભગત  તથા મુખ્ય કોઠારી પ.ભ. રામજીભાઈ ઉપકોઠારી પ.ભ. મુરજીભાઈ ટ્રસ્ટીશ્રી જાદવજીભાઈ ટ્રસ્ટી શ્રી શશીકાંતભાઈ ઠક્કર તથા સમાજના અગ્રણી સેવાભાવિ દિલીપભાઇ ત્રિવેદી  આદી ભક્તોના પ્રયાસ થી  "નિરામય મંજૂષા" નામક ૫૧ જેટલી સ્વાસ્થ્યવર્ધક વસ્તુ સામગ્રીની કીટ મા. કલેકટરશ્રીના માધ્યમથી કોરોના વિષાણુથી મુક્ત થયેલ સ્વસ્થ વ્યક્તિઓના ઉત્તમ સ્વાસ્થ્ય માટે અર્પણ કરી રહ્યા છીએ

Post a Comment

0 Comments

close